MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.24નો સુધારો
મુંબઇ, 2 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,839.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,860.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3978.38 કરોડનો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.0.37 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,684ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,710 અને નીચામાં રૂ.71,602ના મથાળે અથડાઈ, રૂ.45 વધી રૂ.71,699ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.58,093 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,117ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.89 વધી રૂ.71,418ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો વાયદો રૂ.45 અને ચાંદીનો વાયદો રૂ.230 વધ્યો
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.87,821ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.87,860 અને નીચામાં રૂ.87,654ના મથાળે અથડાઈ, રૂ.230 વધી રૂ.87,752ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.35 વધી રૂ.89,818 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.52 વધી રૂ.89,828 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓ એકંદરે વધી
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.846.35ના ભાવે ખૂલી, રૂ.0.05 વધી રૂ.845.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.230.75 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.190ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.267ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.232.15 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.190 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.40 વધી રૂ.266.80 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ નરમ, મેન્થા તેલમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,964ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,980 અને નીચામાં રૂ.6,964ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.6,974 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.28 વધી રૂ.6,972 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.208ના ભાવે ખૂલી, રૂ.2.70 ઘટી રૂ.206.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.8 ઘટી 206.9 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,860 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 3,978 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.80 વધી રૂ.927.20 બોલાયો હતો.
બિનલોહ ધાતુઓ એકંદરે વધી
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.438.90 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.407.58 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.49.81 કરોડનાં 1,677 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.154.92 કરોડનાં 8,832 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.13.16 કરોડનાં 213 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.5.87 કરોડનાં 97 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.77.48 કરોડનાં 366 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.53.28 કરોડનાં 900 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.3.03 કરોડનાં 91 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)