કોટન-ખાંડીનો વાયદો રૂ.460 નરમ, સોના-ચાંદીના વાયદામાં સીમિત ઘટાડો
કોટન-ખાંડી વાયદામાં 1,392 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 5,568 ખાંડીના સ્તરે
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,541 સોદાઓમાં કુલ રૂ.15,432.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8046.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7362.18 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,527 સોદાઓમાં કુલ રૂ.4,708.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,258 અને નીચામાં રૂ.56,011ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 ઘટી રૂ.56,111ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.44,757 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.5,531ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,235ના ભાવે ખૂલી, રૂ.50 ઘટી રૂ.56,101ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,651ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,780 અને નીચામાં રૂ.65,289ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.58 ઘટી રૂ.65,363ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.61 ઘટી રૂ.65,627 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.72 ઘટી રૂ.65,626 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,055 સોદાઓમાં રૂ.1,619.35 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.210.20 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.50 વધી રૂ.269ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.25 વધી રૂ.773.15 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,083 સોદાઓમાં કુલ રૂ.1,697.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,577 અને નીચામાં રૂ.6,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.6,514 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 વધી રૂ.211 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 360 સોદાઓમાં રૂ.21.76 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,000 અને નીચામાં રૂ.63,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460ના ભાવઘટાડા સાથે રૂ.63,740ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.10 વધી રૂ.1009.30 થયો હતો.