મુંબઈ, 22 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,563ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,756 અને નીચામાં રૂ.58,473ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.32 વધી રૂ.58,611ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.46,646 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,750ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.58,540ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.68,566ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,975 અને નીચામાં રૂ.68,513ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.385 વધી રૂ.68,779ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.355 વધી રૂ.68,780 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.355 વધી રૂ.68,800 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાંરૂ.7,389 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10,406.72 કરોડનું ટર્નઓવરઃબુલડેક્સ વાયદામાંરૂ.9 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.763ના ભાવે ખૂલી, રૂ.3.70 વધી રૂ.767.65 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.203.05 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.203.30 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.182.45 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.15 વધી રૂ.254.90 બોલાઈ રહ્યો હતો. 9,603 સોદાઓમાં રૂ.1,335.06 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,745ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,775 અને નીચામાં રૂ.5,722ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.5,767 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.9 ઘટી રૂ.5,768 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.190ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.185.40 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.1 ઘટી 200.9 બોલાઈ રહ્યો હતો. 42,687 સોદાઓમાં રૂ.1,385.65 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,320 અને નીચામાં રૂ.61,100ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 ઘટી રૂ.61,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 ઘટી રૂ.985.90 બોલાયો હતો. રૂ.10.43 કરોડનાં કામકાજ થયા હતા.