MCX: સોનાનો વાયદો રૂ.69,487ના ઓલ ટાઈમ હાઈ, ચાંદીનો વાયદો રૂ.602 ઊછળ્યો
મુંબઈ, 1 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,273.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,161.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17098.46 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,487ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.68,402 ના મથાળે અથડાઈ, રૂ.725 વધી રૂ.68,402ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.779 વધી રૂ.54,641 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.74 વધી રૂ.6,645ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.727 વધી રૂ.68,319ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,044 અને નીચામાં રૂ.75,450 ના મથાળે અથડાઈ, રૂ.602 વધી રૂ.75,650 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.560 વધી રૂ.75,600 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.570 વધી રૂ.75,600 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.13.03 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.761.85ના ભાવે ખૂલી, રૂ.5.25 વધી રૂ.765.90 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.209.35 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.209.55 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.178.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.70 વધી રૂ.217.85 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.14નો સુધારો, કોટન-ખાંડી, મેન્થા તેલમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,940ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,970 અને નીચામાં રૂ.6,909 ના મથાળે અથડાઈ, રૂ.14 વધી રૂ.6,923 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.15 વધી રૂ.6,921 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.146ના ભાવે ખૂલી, રૂ.0.40 ઘટી રૂ.146.10 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.5 ઘટી 146.1 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,600 અને નીચામાં રૂ.62,300 ના મથાળે અથડાઈ, રૂ.500 વધી રૂ.62,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.60 વધી રૂ.929.60 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,162 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 17,098 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,525.56 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,651.69 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.235.64 કરોડનાં 7,429 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.451.94 કરોડનાં 33,361 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.22.26 કરોડનાં 467 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.4.80 કરોડનાં 117 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.204.90 કરોડનાં 1,070 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.56.77 કરોડનાં 1,144 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.60 કરોડનાં 12 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.82 કરોડનાં 144 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)