MCX: સોનાનો વાયદો રૂ.174 અને ચાંદીનો વાયદો રૂ.919 નરમ
મુંબઈ, 29 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34280.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,360.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24909.12 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,246ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,385 અને નીચામાં રૂ.63,088ના મથાળે અથડાઈ, રૂ.174 ઘટી રૂ.63,215ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.51,250 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.6,225ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.174 ઘટી રૂ.62,945ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,550ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,640 અને નીચામાં રૂ.73,744ના મથાળે અથડાઈ, રૂ.919 ઘટી રૂ.74,040ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.883 ઘટી રૂ.74,100 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.914 ઘટી રૂ.74,085 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં સુધારાનો સંચાર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.728.35ના ભાવે ખૂલી, રૂ.2.65 ઘટી રૂ.726 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.210.65 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.230ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.209.20 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.182.95 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.55 ઘટી રૂ.229.15 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.49 ઢીલુ, બુલડેક્સ વાયદો 16385 પોઈન્ટના સ્તરે
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,031ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,052 અને નીચામાં રૂ.5,983ના મથાળે અથડાઈ, રૂ.49 ઘટી રૂ.5,999 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.50 ઘટી રૂ.6,011 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.210ના ભાવે ખૂલી, રૂ.0.60 ઘટી રૂ.211.70 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 0.6 ઘટી 211.9 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.140નો ઘટાડો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,380 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, રૂ.140 ઘટી રૂ.56,100ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 વધી રૂ.924.90 બોલાયો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, MCX પર બુલડેક્સ જાન્યુઆરી વાયદો 16,450 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,450 અને નીચામાં 16,365 બોલાઈ, 85 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 91 પોઈન્ટ ઘટી 16,385 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં MCX પર સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.7,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.18.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.20.90 અને નીચામાં રૂ.18ના મથાળે અથડાઈ, રૂ.1.50 ઘટી રૂ.18.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.260 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.45 ખૂલી, ઉપરમાં રૂ.3.80 અને નીચામાં રૂ.3.30 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.3.60 થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.9361 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24909 કરોડનું ટર્નઓવર
સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,039 અને નીચામાં રૂ.882.50ના મથાળે અથડાઈ, રૂ.132.50 ઘટી રૂ.943 થયો હતો, જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.64,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450 ખૂલી, ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.450 રહી, અંતે રૂ.60 ઘટી રૂ.450 થયો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.72,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,879ના ભાવે ખૂલી, રૂ.863 ઘટી રૂ.2,879 થયો હતો, જ્યારે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.73,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,325ના ભાવે ખૂલી, રૂ.641 ઘટી રૂ.2,325 થયો હતો.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)