MCX: સોનાનો વાયદો રૂ.87, ચાંદીમાં રૂ.327નો ઘટાડો
મુંબઈ, 1 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,839.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,860.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3978.38 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,606ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,612 અને નીચામાં રૂ.71,467ના મથાળે અથડાઈ, રૂ.87 ઘટી રૂ.71,495ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.231 ઘટી રૂ.57,965 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.7,107ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.90 ઘટી રૂ.71,185ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.86,980ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.87,110 અને નીચામાં રૂ.86,770ના મથાળે અથડાઈ, રૂ.327 ઘટી રૂ.86,840ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.353 ઘટી રૂ.89,229 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.355 ઘટી રૂ.89,229 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.1.01 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.839.55ના ભાવે ખૂલી, રૂ.3.50 ઘટી રૂ.837 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.230.50 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.265ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.231.65 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0 કોઈ ફેરફાર વગર રૂ.189.75 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.70 ઘટી રૂ.264.60 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.34 સુધર્યું
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,835ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,842 અને નીચામાં રૂ.6,829ના મથાળે અથડાઈ, રૂ.34 વધી રૂ.6,839 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.33 વધી રૂ.6,839 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.2.50 ઘટી રૂ.215.30 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.5 ઘટી 215.5 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાના ભાવમાં ઘટાડો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.914.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,860 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 3,978 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.413.81 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.986.17 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.52.81 કરોડનાં 1,556 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.179.90 કરોડનાં 10,122 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.15.47 કરોડનાં 254 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.7.58 કરોડનાં 140 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.153.86 કરોડનાં 735 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.67.92 કરોડનાં 1,012 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ..56 કરોડનાં 17 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
.