મુંબઈ, 28 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 29635.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,521.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23106.48 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,728ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,821 અને નીચામાં રૂ.63,375ના મથાળે અથડાઈ, રૂ.293 ઘટી રૂ.63,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.185 વધી રૂ.51,334 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.6,231ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.171 ઘટી રૂ.63,121ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદો 16485 પોઈન્ટના સ્તરે

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,743ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,743 અને નીચામાં રૂ.75,251ના મથાળે અથડાઈ, રૂ.347 ઘટી રૂ.75,300ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.272 ઘટી રૂ.75,283 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.288 ઘટી રૂ.75,290 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ. 6521 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 23106 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.734.95ના ભાવે ખૂલી, રૂ.3.15 ઘટી રૂ.728.25 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.208.65 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.230ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.211 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.182.90 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.3.25 વધી રૂ.232.25 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા, મેન્થા તેલમાં મામૂલી સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,186ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,200 અને નીચામાં રૂ.6,085ના મથાળે અથડાઈ, રૂ.108 ઘટી રૂ.6,103 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.109 ઘટી રૂ.6,113 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.206ના ભાવે ખૂલી, રૂ.1.40 ઘટી રૂ.206 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 1.3 ઘટી 206.4 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.160 ઢીલો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,300 અને નીચામાં રૂ.56,000ના મથાળે અથડાઈ, રૂ.160 ઘટી રૂ.56,260ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.920.50 બોલાયો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, MCX પર બુલડેક્સ જાન્યુઆરી વાયદો 16,535 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,587 અને નીચામાં 16,480 બોલાઈ, 107 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 68 પોઈન્ટ ઘટી 16,485 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)