MCX: સોનાના વાયદામાં રૂ.162 અને ચાંદીમાં રૂ.200નો સુધારો
મુંબઈ, 15 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.42,411.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,954.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 36,454.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,502ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,646 અને નીચામાં રૂ.62,502ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.162 વધી રૂ.62,524ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.50,600 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.6,160ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.150 વધી રૂ.62,522ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.193 વધી રૂ.72,736
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,796ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,842 અને નીચામાં રૂ.72,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.72,680ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.185 વધી રૂ.72,713 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.193 વધી રૂ.72,736 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.715.45ના ભાવે ખૂલી, રૂ.1.85 વધી રૂ.714.25 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.200.70 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.20 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.201.60 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.182.40 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.3.10 વધી રૂ.226.20 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલમાં રૂ.46ની નરમાઈઃ મેન્થા તેલમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,053ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,061 અને નીચામાં રૂ.5,976ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.5,987 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.50 ઘટી રૂ.5,988 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.270ના ભાવે ખૂલી, રૂ.13.20 ઘટી રૂ.260.80 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 13.1 ઘટી 260.9 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.160 ઢીલો, બુલડેક્સ વાયદામાં 2.51 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,020 અને નીચામાં રૂ.57,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.57,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.922.10 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.5,955 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 36,455 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,774.11 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,140.49 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.670.25 કરોડનાં 18,929 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,380.72 કરોડનાં 58,892 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.156.55 કરોડનાં 2,282 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.17.42 કરોડનાં 303 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.212.75 કરોડનાં 1,190 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.508.94 કરોડનાં 7,810 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..82 કરોડનાં 3 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.1.93 કરોડનાં 58 લોટનાં કામકાજ થયાં હતાં
સ્ટીલ રિબાર વાયદાને પ્રાપ્ત થયેલો બહોળો પ્રતિસાદ
સોમવાર, 15 જાન્યુઆરીથી નવા શરૂ થયેલા સ્ટીલ રિબારના વાયદા કોન્ટ્રેક્ટને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સાંજે 5 વાગ્યા આસપાસ રૂ.60.86 લાખનાં 26 લોટ્સના વેપાર થઈ ચૂક્યા છે, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 11 લોટ્સના સ્તરે હતો. સ્ટીલ રિબાર ફેબ્રુઆરી વાયદો 1 ટન દીઠ રૂ.47,000ના ભાવે ખૂલી, સત્ર દરમિયાન ઉપરમાં રૂ.47,070 અને નીચામાં રૂ.46,600 બોલાઈ, અંતે રૂ.220 ઘટી રૂ.46,700ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ યુનિટ 5 મેટ્રિક ટનનું છે, જ્યારે ક્વોટેશન અથવા બેઝ વેલ્યુ 1 મેટ્રિક ટનનું છે. આ કોન્ટ્રેક્ટ માટે ડિલિવરી કેન્દ્ર છત્તીસગઢના રાયપુર જિલ્લાના એક્સ-વેરહાઉસ છે જ્યારે વધારાના ડિલિવરી કેન્દ્રોમાં મહારાષ્ટ્રના થાણા જિલ્લા, હરિયાણા (એનસીઆર)ના પલવલ જિલ્લા, તમિલનાડુના ચેન્નાઈ જિલ્લા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લાના એક્સચેન્જ માન્ય વેરહાઉસો છે. આ કોન્ટ્રાક્ટની મહત્તમ ઓર્ડર સાઈઝ 200 મેટ્રિક ટનની છે. લઘુત્તમ ભાવ વધઘટ અથવા ટિક સાઈઝ 10 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન રાખવામાં આવી છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ 8 ટકા અથવા સ્પાન આધાર, એ બંનેમાંથી જે વધારે હોય તે હશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ 1 ટકાનું છે. આ કોન્ટ્રેક્ટ ફરજિયાત ડિલિવરીના કોન્ટ્રેક્ટ છે.