MCX: સોના-ચાંદી, ક્રૂડ, કોટન-ખાંડી વાયદામાં સુધારો
મુંબઈ, 4 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.19,580.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,125.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14,452.70 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,724ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,820 અને નીચામાં રૂ.62,651ના મથાળે અથડાઈ, રૂ.247 વધી રૂ.62,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 વધી રૂ.50,749 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.6,185ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.179 વધી રૂ.62,473ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,423ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,492 અને નીચામાં રૂ.72,250ના મથાળે અથડાઈ, રૂ.76 વધી રૂ.72,409ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.33 વધી રૂ.72,445 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.8 વધી રૂ.72,428 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ, મેન્થા તેલ ઢીલુ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.726.75ના ભાવે ખૂલી, રૂ.0.50 વધી રૂ.728.10 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.206.30 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.182ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.227ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.206.40 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.182.35 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.1.05 ઘટી રૂ.227.40 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,085ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,169 અને નીચામાં રૂ.6,085ના મથાળે અથડાઈ, રૂ.71 વધી રૂ.6,142 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.70 વધી રૂ.6,145 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.225ના ભાવે ખૂલી, રૂ.7.50 વધી રૂ.230.60 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 7.6 વધી 230.80 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.5,125 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14,453 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,380 અને નીચામાં રૂ.56,100ના મથાળે અથડાઈ, રૂ.20 વધી રૂ.56,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.921.50 બોલાયો હતો.
બુલડેક્સ વાયદો 39 પોઈન્ટ વધી 16222 પોઈન્ટના સ્તરે
કામકાજની દૃષ્ટિએ MCX પર સોનાના વાયદાઓમાં રૂ.1,368.23 કરોડનાં 2,179 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.2.20 કરોડનાં 432 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.236.72 કરોડનાં 3,771 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.2.67 કરોડનાં 4,305 લોટ્સ, ચાંદીના વાયદાઓમાં રૂ.763.49 કરોડનાં 3,513 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.385.88 કરોડનાં 10,619 લોટ્સ, ચાંદી-માઈક્રોમાં રૂ.216.02 કરોડનાં 35,936 લોટ્સ, એલ્યુમિનિયમ-મિનીમાં રૂ.11.13 કરોડનાં 538 લોટ્સ, એલ્યુમિનિયમમાં રૂ.56.56 કરોડનાં 548 લોટ્સ, તાંબામાં રૂ.192.70 કરોડનાં 1,058 લોટ્સ, સીસામાં રૂ.7.10 કરોડનાં 78 લોટ્સ, સીસુ-મિનીમાં રૂ.2.06 કરોડનાં 113 લોટ્સ, જસતમાં રૂ.146.29 કરોડનાં 1,286 લોટ્સ, જસત-મિનીમાં રૂ.31.81 કરોડનાં 1,397 લોટ્સ, ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.455.22 કરોડનાં 7,431 લોટ્સ, ક્રૂડ તેલ-મિનીમાં રૂ.52.72 કરોડનાં 8,587 લોટ્સ, નેચરલ ગેસ-મિનીમાં રૂ.102.38 કરોડનાં 18,212 લોટ્સ, નેચરલ ગેસમાં રૂ.924.24 કરોડનાં 32,717 લોટ્સ, કોટન-ખાંડીમાં રૂ.2.98 કરોડનાં 11 લોટ્સ અને મેન્થા તેલમાં રૂ.1.89 કરોડનાં 57 લોટ્સના વેપાર થયા હતા.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)