MCX-IPF દ્વારા કોમોડિટી બજાર પર એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ-કોમક્વેસ્ટ 2025 યોજાઇ

મુંબઇ, 10 માર્ચઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી. એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટની આ આવૃત્તિમાં જોડાવા માટે 220 શહેરોને આવરી લેતા 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 650થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આકર્ષાઈ હતી, જે આ અગાઉની આવૃત્તિની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. અત્રે એ નોંધનીય છે કે આ અગાઉની આવૃત્તિમાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ 140 શહેરોની 460 સંસ્થાઓએ ભાગ લીધો હતો.
ભાગ લેનારા વિદ્યાર્થીઓનું કોમોડિટી બજાર વિશેના તેમના જ્ઞાન અને વ્યાપક સમજણનું ત્રણ મહિના સુધી ચાલેલા સ્ક્રીનીંગ ઇન્ટરવ્યુ, કેસ સ્ટડીઝ અને પેનલ ચર્ચાઓ સહિત અનેક રાઉન્ડ મારફતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઝોનલ રાઉન્ડઝ દિલ્હી-એનસીઆર, ભુવનેશ્વર, કોલકાતા અને મુંબઇમાં યોજાયાં હતાં. એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ ક્વીઝ સ્પર્ધાનો ભવ્ય ફિનાલે મુંબઇના સાંતાક્રુઝ પૂર્વના કલિના સ્થિત મુંબઇ યુનિવર્સિટી કેમ્પસના પ્રતિષ્ઠિત ગ્રીન ટેક્નોલોજી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, કોમોડિટી બજારની જટિલતાઓને શોધવા માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડીને, તેણે નાણાંકીય સાક્ષરતા અને ઉદ્યોગ જાગૃત્તિને પ્રોત્સાહન આપવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેમ-જેમ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ ક્વીઝની માત્રા અને પ્રભાવમાં સતત વૃદ્ધિ થઇ રહી છે, તેમ-તેમ વિદ્યાર્થીઓ માટે તેમના જ્ઞાનને વિસ્તૃત કરવા માટેનું, ઉદ્યોગ અગ્રણીઓ સાથે સામેલ થવા માટેનું અને કોમોડિટી બજારના ક્ષેત્રમાં ભવિષ્યની શોધો માટેનો માર્ગ મોકળો કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે.
વિવિધ પ્રતિભા પૂલમાં યોગદાન આપનારા સ્પર્ધાત્મક આઠ ફાઇનલિસ્ટમાં ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-ભુવનેશ્વર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઇઆઇએફટી)-કોલકાતા, વૈંકુઠ મેહતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ (વામનિકોમ)-પુના, એન.એલ. દાલમિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ-મુંબઇ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (બિમટેક)-નોઇડા, દિલ્હી એનસીઆર, એસઆરએમ યુનિવર્સિટી-આંધ્ર પ્રદેશ (એપી)-વિજયવાડા અને આઇઆઇએમ-ટ્રિચીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.