ક્રૂડ તેલનો વાયદો રૂ.582 લપસ્યોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.1,500નો સાપ્તાહિક ધોરણે કડાકો

મુંબઈ, 18 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.55,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,661 અને નીચામાં રૂ.55,270ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,705 વધી રૂ.58,006ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,532 વધી રૂ.45,693 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.235 વધી રૂ.5,689ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,670 વધી રૂ.57,942ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.61,750ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,720 અને નીચામાં રૂ.61,353ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,547 વધી રૂ.66,531ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,369 વધી રૂ.66,633 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,371 વધી રૂ.66,652 બંધ થયો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 14,00,579 સોદાઓમાં રૂ.81,730.56 કરોડનાં કામકાજ થયાં હતાં.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન તાંબુ માર્ચ વાયદો રૂ.749.70ના ભાવે ખૂલી, રૂ.2.65 ઘટી રૂ.751.30 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.203.60 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.60 ઘટી રૂ.255ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.85 ઘટી રૂ.203.90 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.181.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.7.60 ઘટી રૂ.255.55 બંધ થયો હતો. એમસીએક્સ ખાતે 1,46,580 સોદાઓમાં રૂ.19,761.63 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,264ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,333 અને નીચામાં રૂ.5,445ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.582 ઘટી રૂ.5,695 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.569 ઘટી રૂ.5,752 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.206ના ભાવે ખૂલી, રૂ.1.10 વધી રૂ.210.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 5.6 ઘટી 221.3 બંધ થયો હતો. 8,00,327 સોદાઓમાં રૂ.36,780.79 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 8,00,327 સોદાઓમાં રૂ.36,780.79 કરોડનો ધંધો થયો હતો. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,700 અને નીચામાં રૂ.60,420ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,500 ઘટી રૂ.61,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.35.80 ઘટી રૂ.1,004.50 બોલાયો હતો. 8,00,327 સોદાઓમાં રૂ.36,780.79 કરોડનો ધંધો થયો હતો.