મુંબઈ, 1 April: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,490ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,975 અને નીચામાં રૂ.58,405ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.249 ઘટી રૂ.59,316ના ભાવે પહોંચ્યો હતો. આ સામે GOLD- GINI માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.681 વધી રૂ.47,755 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.5,876ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.59,389ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં SILVER મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.70,093ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,100 અને નીચામાં રૂ.69,555ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,562 વધી રૂ.71,774ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,543 વધી રૂ.71,665 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,550 વધી રૂ.71,676 બંધ થયો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,49,147 સોદાઓમાં રૂ.62,108.55 કરોડનાં કામકાજ થયાં હતાં.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 35,74,227 સોદાઓમાં કુલ રૂ.2,70,169.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.96,371.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,73,575.97 કરોડનો હતો.

ક્રૂડ તેલના ભાવમાં રૂ.303નો ઉછાળો, કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.800ની વૃદ્ધિ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.785.70ના ભાવે ખૂલી, રૂ.5.35 વધી રૂ.788.80 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.206.80 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં ALUMINIUM MINI માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.3.05 વધી રૂ.207.25 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.180.50 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.90 વધી રૂ.258.80 બંધ થયો હતો. 89,945 સોદાઓમાં રૂ.11,827.09 કરોડના વેપાર થયા હતા.

નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલમાં સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,755ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,129 અને નીચામાં રૂ.5,537ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.303 વધી રૂ.6,093 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.305 વધી રૂ.6,097 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.192ના ભાવે ખૂલી, રૂ.16.40 ઘટી રૂ.175.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 16.5 ઘટી 175.9 બંધ થયો હતો. 6,12,622 સોદાઓમાં રૂ.22,321.03 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,040ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,400 અને નીચામાં રૂ.60,360ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.800 વધી રૂ.62,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.90 વધી રૂ.1,000 બોલાયો હતો. રૂ.114.37 કરોડનાં કામકાજ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.33,706.42 કરોડનાં 56,852.237 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.28,402.13 કરોડનાં 4,019.109 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,871.15 કરોડનાં 20,149,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.10,449.88 કરોડનાં 569,216,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,831.37 કરોડનાં 88,767 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.317.32 કરોડનાં 17,410 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,777.71 કરોડનાં 87,163 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,900.69 કરોડનાં 112,934 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.78.90 કરોડનાં 12,912 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.35.47 કરોડનાં 353.52 ટનનાં કામકાજ થયાં હતાં.