મિનરવા વેન્ચર્સ ફંડે KBC ગ્લોબલ લિમિટેડમાં હિસ્સો ખરીદ્યો
ફંડે KBC ગ્લોબલ લિમિટેડમાં NSE પર બલ્ક ડીલમાં શેરદીઠ રૂ. 2.05ના ભાવે 1 ટકા ઇક્વિટી (1 કરોડ શેર્સ) ખરીદ્યા
નાસિક, 29 એપ્રિલ: અમેરિકા સ્થિત મિનરવા વેન્ચર્સ ફંડે કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરની અગ્રણી કંપની KBC ગ્લોબલ લિમિટેડ (BSE – 541161)(જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ તરીકે જાણીતી હતી)માં હિસ્સો મેળવ્યો છે. 26 એપ્રિલ, 2024ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ બલ્ક ડીલ ડેટા મુજબ મિનરવા વેન્ચર્સ ફંડે શેરદીઠ રૂ. 2.05ના ભાવે KBC ગ્લોબલ લિમિટેડની 1 ટકા ઇક્વિટી (1 કરોડ શેર્સ) ખરીદી છે.
કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં વિસ્તરણની વ્યૂહાત્મક યોજના પણ જાહેર કરી છે. કંપનીએ મહારાષ્ટ્રમાં નાસિકના કર્મયોગી નગર ખાતે આવેલા રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ હરિકુંજ મેફ્લાવર (MAHARERA Reg no : P51600020249)ના 54 યુનિટ્સનું પઝેશન સફળતાપૂર્વક સોંપ્યું હતું. એપ્રિલ, 2024ના મહિનામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એફસીસીબી ઇશ્યૂ કરવાની શરતો અને નિયમો મુજબ કુલ 60 બોન્ડ્સના ઇક્વિટી શેર્સમાં રૂપાંતર ને મંજૂરી આપી હતી.
2007માં સ્થપાયેલી કંપની બે સેગમેન્ટ્સમાં મુખ્યત્વે કામ કરે છેઃ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ તથા કોન્ટ્રાક્ટ પરના પ્રોજેક્ટ્સ. કંપનીના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં હરિ ગોકુલધામ, હરિ નક્ષત્ર-2 ઇસ્ટએક્સ ટાઉનશિપ, હરિ સંસ્કૃતિ 2, હરિ સિદ્ધિ અને હરિ સમર્થ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
કંપનીના વૃદ્ધિ માર્ગ અંગે ટિપ્પણી કરતા KBC ગ્લોબલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેશ કાર્ડાએ જણાવ્યું હતું કે અમારી વ્યૂહાત્મક પહેલ, મજબૂત પોર્ટફોલિયો પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ પર સ્પષ્ટ ધ્યાન સાથે કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ ગ્લોબલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઊભરવા માટે તૈયાર છે. વધુમાં, KBC ગ્લોબલ લિમિટેડની સ્ટેપ-ડાઉન પેટાકંપની અને KBC ગ્લોબલ એફઝેડસીઓની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એવી KBC ઇન્ટરનેશનલ લિમિટેડે નાઈજીરિયા રિપબ્લિકમાં ફેડરલ હાઉસિંગ ઓથોરિટી (એફએચએ) સાથે મેમોરેન્ડમ ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર આફ્રિકામાં ઓછી કિંમતના હાઉસિંગ પ્રોજેક્ટ્સના વિકાસ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને ફાઇનાન્સિંગ કોન્ટ્રાક્ટર તરીકે એફએચએ સાથે ભાગીદારીમાં KBC ઇન્ટરનેશનલ લિમિટેડની રૂચિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ માર્કેટમાં કંપનીના પ્રવેશને ચિહ્નિત કરે છે.
તેના વિસ્તરણના પ્રયાસોને ટેકો આપવા માટે, કંપનીએ 950 ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ જારી કરીને સફળતાપૂર્વક ફંડ એકત્ર કર્યું છે, જેમાં દરેકનું મૂલ્ય 100,000 યુએસ ડોલર છે. આ બોન્ડ્સ 17 જાન્યુઆરી 20023ની અસરથી મોરેશિયસની AFRINEX લિમિટેડના AFRINEX સિક્યોરિટીઝ લિસ્ટમાં લિસ્ટેડ છે (KBC GLOBAL LTD).
કંપનીના બોર્ડ ઓફર ડિરેક્ટર્સે 29 માર્ચ, 2024ના રોજ યોજાયેલી તેની મીટિંગમાં 21 નવેમ્બર, 2022ના રોજ 950 અનસિક્યોર્ડ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ જારી કરીને તથા ફાળવણી કરીને 95,000,000.00 યુએસ ડોલર જેટલી રકમના ઉછીના લીધેલા ફંડ્સ માટે રિવાઇઝ્ડ ટર્મ શીટ મંજૂરી કરી હતી. નાણાંકીય વર્ષ 2022-23 માટે કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડે રૂ. 10,818.56 લાખની આવકો નોંધાવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)