મધરકેર પીએલસી અને રિલાયન્સ બ્રાન્ડ્સ હોલ્ડિંગ યુકે લિમિટેડે દક્ષિણ એશિયા માટે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની જાહેરાત કરી
મુંબઈ / લંડન, 18 ઓક્ટોબર: માતાપિતા અને નાના બાળકો માટેના ઉત્પાદનોના વૈશ્વિક કક્ષાના નિષ્ણાત મધરકેર પીએલસી (“મધરકેર” અથવા “કંપની”) અને રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ હોલ્ડિંગ યુકે લિમિટેડ (“RBL UK”) દ્વારા આજે સંયુક્ત સાહસની જાહેરાત કરવામાં આવી હતી. આ સંયુક્ત સાહસ મધરકેર બ્રાન્ડ અને તેની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝની ભારત, નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને બાંગ્લાદેશના ભૌગોલિક વિસ્તારો માટે માલિકી ધરાવશે.
આ કરાર હેઠળ આરબીએલ યુકે સંયુક્ત સાહસમાં 51% હિસ્સો ધરાવશે, જ્યારે મધરકેર ગ્લોબલ બ્રાન્ડ લિમિટેડ બાકીનો 49% હિસ્સો જાળવી રાખશે. આરબીએલ યુકે £16 મિલિયનની રોકડની કિંમતે આ હિસ્સો હસ્તગત કરશે. આ સંયુક્ત સાહસ દક્ષિણ એશિયાના ચોક્કસ પ્રદેશોમાં મધરકેર બ્રાન્ડના ફ્રેન્ચાઈઝર તરીકે કાર્ય કરશે, તેનાથી બંને સંસ્થાઓની શક્તિનો લાભ ઉઠાવીને વૃદ્ધિની નવી તકો ખુલશે. સૌપ્રથમ 2018માં રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતીય બજાર માટે યુકે સ્થિત મધરકેર બ્રાન્ડના અધિકારો મેળવ્યા હતા અને હાલમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેની મજબૂત હાજરી ઉપરાંત 25 શહેરોમાં તેના 87 સ્ટોર્સ ચલાવે છે.
સંયુક્ત સાહસના મુખ્ય અંશોઃ
- મધરકેરની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની માલિકી અને મેનેજમેન્ટ: નવી એન્ટિટી, જેવીસીઓ 2024 લિમિટેડ, ભારત, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશ માટે મધરકેર બ્રાન્ડ અને સંબંધિત આઇપી એસેટ્સની માલિકી ધરાવશે.
- દક્ષિણ એશિયામાં ફ્રેન્ચાઇઝ ઓપરેશન્સ: સંયુક્ત સાહસ આ પ્રદેશોમાં મધરકેર બ્રાન્ડના મેનેજમેન્ટ અને ફ્રેન્ચાઇઝીંગ માટે જવાબદાર રહેશે, બ્રાન્ડ કન્સિસ્ટન્સી અને કસ્ટમર એન્ગેજમેન્ટની ખાતરી કરશે.
- વ્યૂહાત્મક રોકાણ: આરબીએલ યુકે આ સંયુક્ત સાહસમાં 51% હિસ્સો હસ્તગત કરી ભાગીદારીની મજબૂતાઈ અને મધરકેર બ્રાન્ડને વિકસાવવા માટે રિલાયન્સની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)