મુંબઇઃ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે

અમદાવાદઃ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે

અમદાવાદઃ સામાન્ય રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન કરવામાં મોખરે રહેલાં મુંબઇગરા- અમદાવાદીઓનો સિંહફાળો રહ્યો છે. પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ આ બન્ને શહેરો રોકાણકારો- અને ટ્રેડર્સ સંખ્યાની દ્રષ્ટીએ ટોચના સ્થાને રહેતાં હોય છે. સેબીના આંકડાઓ અનુસાર શેરબજારોમાં થતાં કેશ ટર્નઓવરમાં ટ્રેડિંગના ની વાત આવે ત્યારે મુંબઇ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે અમદાવાદ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે રહ્યું છે. આ બન્ને શહેરોનો સંયુક્ત હિસ્સો ગણીએ તો બન્ને સ્ટોક એક્સચેન્જમાં મળી કેશ માર્કેટ ટર્નઓવરમાં 80 ટકા ઉપરાંત હિસ્સો ધરાવે છે.

કેશ માર્કેટ ટર્નઓવરમાં હિસ્સો (ટકાવારીમાં)

શહેરNSEBSE
મુંબઇ67.836.4
અમદાવાદ11.421.3
બેંગ્લુરૂ0.70.3
ચેન્નાઇ5.10.2
દિલ્હી4.62.2
હૈદરાબાદ2.40.1
ઇન્દોર0.30.4
જયપુર0.20.3
કાનપુર0.20.2
કોલકાતા0.92.3
પૂણે0.30.2
રાજકોટ1.00.9
વડોદરા0.10.4
(સ્રોતઃ સેબી)