Muthoot Finance એનસીડી મારફત રૂ. 300 કરોડ એકત્ર કરશે
ઇશ્યૂ ખૂલશે | 6 ઓક્ટોબરે |
ઇશ્યૂ બંધ થશે | 28 ઓક્ટોબરે |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 75- ટ્રેન્ચ લિમિટિ રૂ. 300 કરોડ |
કૂપન રેટ | વાર્ષિક 7.50- 8 ટકા |
અમદાવાદ: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડે ₹1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) લાવી રહી છે. આ 28માં પબ્લિક ઇશ્યૂની બેઝ સાઈઝ ₹75 કરોડ છે જેમાં ₹300 કરોડની ટ્રેન્ચ લિમિટ સુધી ₹225 કરોડ સુધીના સબસ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ છે. આ ઇશ્યૂ 6 ઓક્ટોબરે ખુલશે અને 28મી ઑક્ટોબરે બંધ થશે.
આ એનસીડીને ICRA દ્વારા AA+ (સ્થિર) રેટિંગ આપવામાં આવ્યું છે જે “નાણાકીય જવાબદારીઓની સમયસર સેવાને લગતી ઉચ્ચ સ્તરની સલામતી” દર્શાવે છે. મુથૂટ ફાઇનાન્સે સિક્યોર્ડ એનસીડીનો કુપન રેટ વાર્ષિક ધોરણે 7.50%થી 8.00% નિર્ધારિત કર્યો છે. જેમાં માસિક અને વાર્ષિક વ્યાજની ચૂકવણી સાથે રોકાણકારને 7 વિકલ્પો મળશે.
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે જણાવ્યું હતું કે “અમે સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહ્યા છીએ, અમને ખાતરી છે કે NCDની આ આવૃત્તિમાં ભરપૂર સબ્સ્ક્રિપ્શન્સ જોવા મળશે. અમે રિટેલ અને ઉચ્ચ નેટવર્થના રોકાણકારો માટે 90% ફાળવણી કરીશું. જેમને સંસ્થાઓ અને કોર્પોરેટ માટે લાગુ વ્યાજ દર કરતાં 0.50% વ્યાજ વધુ મળશે.
ઈસ્યુના લીડ મેનેજર એ.કે. કેપિટલ સર્વિસીસ લિ. છે. IDBI ટ્રસ્ટીશિપ સર્વિસ લિમિટેડ ઇશ્યૂ માટે ડિબેન્ચર ટ્રસ્ટી છે. લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજિસ્ટ્રાર છે.
નિશ્ચિત અને નિયમિત આવક માટે સુરક્ષિત રોકાણનો વિકલ્પ
કંપની આ 28મો ડેટ ઈશ્યૂ લાવી રહી છે. જેના 27 ડેટ ઈશ્યૂમાં ચોક્કસ અને નિયમિત વ્યાજ મળતુ રહ્યુ છે. કુપન રેટ એફડી દર કરતાં વધુ છે. જેથી નિશ્ચિત અને નિયમિત આવક મેળવવા ઈચ્છુક રોકાણકાર એનસીડીમાં રોકાણ કરી શકે છે.