અમદાવાદ હાટ ખાતેતરંગ 2024 -એકત્રીકરણની ઊજવણી કરાઇ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી: નાના ખેડૂતોના કૃષિ વ્યવસાય સંઘ (SFAC) અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)ના સહયોગથી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) માટે મેળા-કમ – પ્રદર્શનનું આયોજન તરંગ 2024ની પ્રથમ આવૃત્તિ – એકત્રીકરણની ઊજવણી, નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા 23 -27 ફેબ્રુઆરી 2024, દરમિયાન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનું , 23 ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.કે. સિંઘલ, CGM, નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય એ જણાવ્યું કે તરંગ એ FPO-ની આગેવાની હેઠળ એક અનોખી પ્રદર્શન-કમ-વેચાણ ઇવેન્ટ છે.
આ ઇવેન્ટમાં ગુજરાત સહિત ભારતના 19 રાજ્યોમાંથી સહભાગીઓ સામેલ રહ્યા હતા. | તરંગ ખાતેના 90 સ્ટોલમાંથી 37 સ્ટોલ કારીગરી અથવા બિન ખેતીક્ષેત્રના ઉત્પાદનો સાથે સંબંધિત છે | 40 સ્ટોલ નાબાર્ડ સાથે સંબંધિત છે, 5 સ્ટોલ બાજરી અથવા -અન્ના આધારિત ઉત્પાદનોને લગતા છે |
તરંગ 2024 વોકલ ફોર લોકલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
બી.કે. સિંઘલે નાબાર્ડ, એસએફએસી અને ઓએનડીસી વચ્ચેના સંગમને ધ્યાનમાં રાખીને તરંગ 2024ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નાબાર્ડ અને SFAC- FPO ની રચના અને પ્રમોશનમાં સંકળાયેલી બે અગ્રણી રાષ્ટ્રીય સંસ્થાઓ- નો આ સંગમ, ONDCના ડિજિટલ પ્લેટફોર્મ સાથે, સહભાગી FPOsના બજાર જોડાણોને ટકાઉપણું અને સ્થિતિસ્થાપકતા આપશે. બી.કે. સિંઘલે તરંગ 2024ને માનનીય વડાપ્રધાનના ” વોકલ ફોર લોકલ”ના વિઝનના ઉદાહરણ તરીકે બિરદાવ્યું હતું.
આ પ્રસંગે જેઠાભાઈ આહિર, ડેપ્યુટી સ્પીકર, ગુજરાત વિધાનસભાએ ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી . ઉદઘાટન કાર્યક્રમમાં બી.કે. સિંઘલ, મુખ્ય મહા પ્રબંધક (CGM), નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય, એસ.કે. ગુપ્તા, મુખ્ય મહા પ્રબંધક (CGM) અને બેંકિંગ ઓમ્બડ્સમેન, આરબીઆઇ , અમદાવાદ, નાબાર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને ભારત ના વિવિધ ભાગો માં થી FPO વેચાણકર્તાઓ અને ખરીદદારો હાજર હતા. જેઠાભાઈ આહિર, મુખ્ય અતિથિ, ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષે કાશ્મીરથી કેરળ સુધીના ખેડૂતોને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટેનું આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૂરું પાડવા અને તેમના બજાર જોડાણને વધારવા માટે નાબાર્ડ, SFAC અને ONDC ના પ્રયાસોને બિરદાવ્યા હતા.
એસ.કે. ગુપ્તા, CGM અને બેંકિંગ ઓમ્બડ્સમેન, RBI, અમદાવાદે તરંગ 2024ના પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ ભારતની સમૃદ્ધિ અને વિવિધતાને એકસાથે લાવવામાં નાબાર્ડ, SFAC અને ONDCના યોગદાનની પણ પ્રશંસા કરી છે . એસ.કે. ગુપ્તાએ તેમના સંબોધનમાં,આજના ડિજિટલ માર્કેટિંગ અને ઈ-કોમર્સના યુગમાં, ભાગ લેનારા ખેડૂતો અને કારીગરોની બેંકિંગ અને ડિજિટલ જાગૃતિ વિષે પણ વાત કરી હતી.
મેળા દરમિયાન, એકંદરે વેચાણ અને એડવાન્સ ઓર્ડર્સ રૂ. 37 લાખ જેટલા હતા | મેળાના માધ્યમથી ભૌતિક જોડાણ દ્વારા FPOs અને OFPOsના બજાર જોડાણને વધારવામાં મદદ કરી છે |
ONDCના પ્લેટફોર્મ દ્વારા ઈ-કોમર્સ આધારિત લિંકેજ સાથે B2B લિન્કેજ ખરીદનાર વિક્રેતા મીટ દ્વારા આયોજિત કરાઇ | તરંગ 2024 FPO અને OFPO કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્ટોલ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો |
સાબરકાંઠાના હિમતનગર મંડીમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન માટે પાયલોટ પ્રોજેક્ટ
આજે ભારતમાં 7,500 થી વધુ નિયંત્રિત કૃષિ બજારો છે, જે વિવિધ રાજ્ય-સ્તરના અધિનિયમો હેઠળ કાર્યરત છે, જે સૂચિત કૃષિ પેદાશોની વિશાળ વિવિધતાને આવરી લે છે. આ મંડી વિસ્તારમાં અને તેની આસપાસ લાખો વ્યવહારો થાય છે અને રોકડ એ વેપારીઓ, અધિપતિઓ અને ખેડૂતો માટે ચૂકવણીનો સૌથી પસંદીદા મોડ છે. ખાસ કરીને ઇ-એનએએમ મંડીઓમાં ટ્રેડિંગ કામગીરીને સરળ બનાવવા અને તેને મુશ્કેલીમુક્ત બનાવવા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, ડિજિટલ પેમેન્ટમાં અસાધારણ વૃદ્ધિ હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને મંડી વિસ્તારોમાં વ્યવહારોનું સ્તર ઓછું છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે નાબાર્ડે સાબરકાંઠાના હિમતનગર મંડીમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
ડ્રીમ પ્રોજેક્ટના ઉદ્દેશ્યો નીચે મુજબ છે.
પ્રોજેક્ટ મંડી, પેરિફેરલ અને ફીડર વિસ્તારોમાં વિવિધ તબક્કામાં કરવામાં આવતા રોકડ વ્યવહારો પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પ્રોજેક્ટના બે મહત્વપૂર્ણ સ્તંભો છે. 15-20 ફીડર ગામોને સમાવિષ્ટ કરી પેરિફેરલ વિસ્તારો અને ફીડર ગામોમાં પેમેન્ટ ગેટવે સાથે જોડાણમાં વેપારી સ્વીકૃતિ માળખાનું નિર્માણ કરવાનો અને સાથે સાથે ફીડર ગામોમાં વપરાશકર્તાઓમાં જાગૃતિ લાવવાનો હેતુ ધરાવે છે. બેંકો, વ્યાપાર સંવાદદાતાઓ, પેમેન્ટ ગેટવે, લોજિસ્ટિક પ્રદાતાઓ, પંચાયત અધિકારીઓ અને સમગ્ર ગ્રામજનો આ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ હિસ્સેદારો હશે.