એનબીએસએલે Bharat Interface for Money (BHIM) 3.0 લોન્ચ કર્યું


મુંબઈ, 25 માર્ચ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એનપીસીઆઈ ભીમ સર્વિસીસ લિમિટેડ (એનબીએસએલ) એ Bharat Interface for Money(BHIM) 3.0 લોન્ચ કર્યું છે. નવી BHIM 3.0 એપ ગ્રાહકોને વધુ ફ્રેન્ડલી અને વધુ સાહજિક અનુભવ પૂરો પાડે છે. BHIM 3.0 હવે નીચેની સુવિધાઓ ઓફર કરે છેઃ
વધુ ભાષાઓઃ વધુ સારી એક્સેસિબિલિટી માટે 15થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ | ઓછી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ સરળ વ્યવહારો સુનિશ્ચિત કરવા માટે બનાવાયું છે | વધુ સારું મની મેનેજમેન્ટ – સરળતાથી ખર્ચને ટ્રેક, મેનેજ અને વહેંચવા માટેના એડવાન્સ્ડ ટૂલ્સ |
આ પ્રસંગે અજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે BHIM હંમેશા દરેક ભારતીય માટે ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત અને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. BHIM 3.0નું લોન્ચિંગ લાખો યુઝર્સ, વેપારીઓ અને બેંકોને સશક્ત બનાવવા તરફનું બીજું પગલું છે, જે ભારતને ડિજિટલી સમાવિષ્ટ ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરે છે.
એનબીએસએલના સીઈઓ શ્રીમતી લલિતા નટરાજે ઉમેર્યું હતું કે BHIM 3.0 એ ડિજિટલ પેમેન્ટની ઝડપથી વિકસતી દુનિયામાં આજના યુઝર્સની જરૂરિયાતોને પૂરી કરવા માટે બનાવાયું છે. ભારત માટે બનાવવામાં આવ્યું હોવાથી તે સલામતી, સુવિધા અને સમાવેશકતાને પ્રાથમિકતા આપે છે. BHIM 3.0 સમાજના તમામ વર્ગોમાં નાણાંકીય સશક્તિકરણને પ્રોત્સાહન આપતી વખતે યુઝરના અનુભવને વધારશે.