NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉપલી સર્કીટ
મુંબઇ: પાંખા કારોબાર વચ્ચે પણ નીચા મથાળે સોદાની પતાવટ કરવા માટે નીકળેલી લેવાલીનાં કારણે આજે હાજર તથા વાયદા બજારોમાં કૄષિ કોમોડીટીનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૪૩.૧૦ ખુલી સાંજે ૭૭૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૬૫રૂ. ખુલી ઉંચામાં ૭૭૬૫ તથા નીચામાં ૭૭૬૫રૂ. થઇ સાંજે ૭૭૬૫રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમ તથા ગુવાર સીડનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૮૦ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૪૪ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ,ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૭૭૮રૂ. ખુલી ૬૭૯૪ રૂ., દિવેલનાં ભાવ ૧૪૧૮રૂ. ખુલી ૧૪૧૮રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૩૯રૂ. ખુલી ૨૮૪૨રૂ., ધાણા ૭૨૭૪રૂ. ખુલી ૭૩૧૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૭૮રૂ. ખુલી ૫૯૨૯રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૦૮૬રૂ. ખુલી ૧૨૩૪૫રૂ., જીરાનાં ભાવ ૩૦૬૦૦રૂ. ખુલી ૩૧૦૪૦રૂ., કપાસનાં ભાવ ૧૬૫૩.૦૦રૂ. ખુલી ૧૬૫૬.૦રૂ., સ્ટીલના ભાવ ૪૭૯૪૦ ખુલી ૪૮૨૮૦રૂ. અને હળદરનાં ભાવ ૬૯૦૦ રૂ. ખુલી ૭૦૫૨રૂ. બંધ રહ્યા હતા.