NCDEX ખાતે સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૩ માર્ચ: હાજર બજારોમાં માવઠાની અસર તળે ચોક્કસ કૄષિ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. વાયદામાં પણ આજે બેતરફી માહોલ હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૫૫.૧૦ ખુલી સાંજે ૭૬૨૫.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૪૫ રૂ. ખુલી ઉંચામાં ૭૫૪૫ તથા નીચામાં ૭૫૪૫ રૂ. થઇ સાંજે ૭૫૪૫ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૨૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૯૪ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ગવાર ગમ, ગુવાર સીડ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૪૦૮ રૂ. ખુલી ૬૩૮૬ રૂ., દિવેલનાં ભાવ ૧૩૩૧ રૂ. ખુલી ૧૩૩૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૪૮ રૂ. ખુલી ૨૭૫૪ રૂ., ધાણા ૭૨૫૦ રૂ. ખુલી ૭૧૭૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૯૩ રૂ. ખુલી ૫૭૦૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૯૨૨ રૂ. ખુલી ૧૧૯૪૫ રૂ., જીરાનાં ભાવ ૩૫૧૫૦ રૂ. ખુલી ૩૪૭૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૭૨.૦૦ રૂ. ખુલી ૧૫૬૭.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૨૪૦ ખુલી ૪૮૩૯૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૯૨૦ રૂ. ખુલી ૭૦૦૨ રૂ. બંધ રહ્યા હતા.