NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો, જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ: હાજર બજારો નીકળેલી નવી ખરીદીનાં કારણે વાયદામાં પણ કૄષિ કોમોડિટીના ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૯૫૦.૭૦ ખુલી સાંજે ૮૦૪૮.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૪૯રૂ. ખુલી ઉંચામાં ૭૯૪૯ તથા નીચામાં ૭૯૪૯રૂ. થઇ સાંજે ૭૯૪૯રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં અમુક વાયદામાં 4-6 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે ગુવારગમનાં વાયદા કારોબાર ૨૯૬ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૬ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૦૩૪રૂ. ખુલી ૭૧૨૦રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૩રૂ. ખુલી ૧૪૪૩રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૯૨૧રૂ. ખુલી ૨૯૮૫રૂ., ધાણા ૮૧૯૦રૂ. ખુલી ૮૧૦૬રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૫૩રૂ. ખુલી ૫૯૮૬રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૬૨૨રૂ. ખુલી ૧૨૭૧૩રૂ., જીરાનાં ભાવ ૩૦૫૨૦રૂ. ખુલી ૩૧૨૨૦રૂ., કપાસનાં ભાવ ૧૬૧૪.૦૦રૂ. ખુલી ૧૬૪૮.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૦૦ ખુલી ૪૮૬૩૦રૂ. અને હળદરનાં ભાવ ૮૨૯૮ રૂ. ખુલી ૮૨૭૬રૂ. બંધ રહ્યા હતા.