સોનાના વાયદામાં રૂ.7નો મામૂલી ઘટાડોઃ ચાંદી રૂ.302 ઢીલીઃ ક્રૂડ તેલમાં રૂ.23ની વૃદ્ધિ

મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,120 અને નીચામાં રૂ.54,860ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 ઘટી રૂ.54,964ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.747 ઘટી રૂ.43,401 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.5,408ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,634ના ભાવે ખૂલી, રૂ.46 વધી રૂ.54,688ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,604ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,984 અને નીચામાં રૂ.69,211ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 302 ઘટી રૂ.69,465ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 244 ઘટી રૂ.69,446 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.227 ઘટી રૂ.69,446 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 વધી રૂ.210.35 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.30 વધી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.723 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.188ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,503ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,568 અને નીચામાં રૂ.6,454ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.23 વધી રૂ.6,496 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.378.70 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,647.50 બોલાઈ રહ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.28,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.28,800 અને નીચામાં રૂ.28,300ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.420 વધી રૂ.28,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.90 ઘટી રૂ.1014 થયો હતો.