અમદાવાદ, 11 ડિસેમ્બરઃ મસાલા, અનાજ, તેલીબિયાં, કઠોળ, સૂકા મેવા અને અન્ય કૃષિ પેદાશોના નિકાસ વેપાર સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત નેશનલ હેલ્થ કોર્પોરેશન ફૂડ્સ લિમિટેડ (BSE-517554)નો રૂ. 47.42 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 5 ડિસેમ્બર, 2024થી સબ્સ્ક્રીપ્શન માટે ખૂલી ગયો છે. 6 ડિસેમ્બર, 2024ના રોજ પ્રતિ શેર રૂ. 2.76ના હાલના બજાર ભાવની સામે કંપની પ્રતિ શેર રૂ. 1ના આકર્ષક ભાવે રાઇટ્સ ઇશ્યૂ ઓફર કરી રહી છે. રાઇટ્સ ઇશ્યૂ 18 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે.

રોકાણકારો કંપનીના રાઇટ ઇશ્યૂમાં રૂ. 1ના ભાવે લેવા/સબ્સ્ક્રાઇબ કરવા માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ (BSE સિમ્બોલ: NHCFO-RE) પણ ખરીદી શકે છે. રાઇટ્સ હકોના ઓન-માર્કેટ ત્યાગ માટેની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર, 2024 છે.

સૂચિત રાઇટ્સ ઇશ્યૂનો રાઇટ એન્ટાઇટલમેન્ટ 4:1 રેશિયો છે (રેકોર્ડ તારીખ 26 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર ધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક 1 ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર સામે પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 4 રાઇટ્સ ઇક્વિટી શેર્સ). કંપની પ્રત્યેક રૂ. 1ના ભાવે પ્રતિ શેર રૂ. 1ની ફેસ વેલ્યુના 47.42 કરોડ ફુલ્લી-પેઇડ અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 47.42 કરોડ છે.

નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 4.05 કરોડ થયો હતો જેની સામે નાણાંકીય વર્ષ 2024નો સંપૂર્ણ વર્ષનો ચોખ્ખો નફો રૂ. 2.35 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2024ની સંપૂર્ણ વર્ષ માટેની આવકો રૂ. 211.30 કરોડની સામે નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે આવકો રૂ. 140.67 કરોડ હતી.

રાઇટ્સ ઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, સિક્યોર્ડ લોનની ચૂકવણી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. રૂ. 47.42 કરોડની ઇશ્યૂમાંથી મળનારી રકમ પૈકી કંપની રૂ. 25 કરોડ કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે, રૂ. 15 કરોડ સિક્યોર્ડ લોનના પેમેન્ટ માટે અને રૂ. 7 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાની યોજના ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)