અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય અર્થતંત્રના જીડીપી ડેટા આજે ભારતીય શેરબજાર પર વિશેષ અસર કરી શકે છે. ગત શુક્રવારના રોજ જારી બીજા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથના આંકડા અપેક્ષા કરતાં છ ત્રિમાસિકની ટોચે નોંધાયા છે. ગિફ્ટ નિફ્ટી પણ 143 પોઈન્ટના પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે એકંદરે માર્કેટ પોઝિટિવ રહેવાનો આશાવાદ વ્યક્ત કરે છે.
ગત શુક્રવારે ભારતીય શેરબજાર ટોચેથી પ્રોફિટ બુકિંગ નોંધાતા નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 13.71 પોઈન્ટ અને નિફ્ટી50 12.60 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો હતો.


સેન્સેક્સમાં અપટ્રેન્ડ જોવા મળશે
સેન્સેક્સે દૈનિક અને ઇન્ટ્રાડે ચાર્ટ પર આશાસ્પદ રિવર્સલ પેટર્ન બનાવી છે, અને તે દૈનિક ચાર્ટ પર ઉચ્ચ બોટમ ફોર્મેશન પણ જાળવી રહ્યું છે, જે મોટે ભાગે હકારાત્મક છે. અઠવાડિયા માટે, ઇન્ડેક્સ 0.56% વધ્યો છે. ટૂંકા ગાળાના બજારનું દૃષ્ટિકોણ સકારાત્મક છે અને નજીકના ભવિષ્યમાં અપટ્રેન્ડ ફોર્મેશન ચાલુ રહેવાની શક્યતા છે. પોઝિશનલ ટ્રેડર્સ માટે, 85,300 અને 85,000 મુખ્ય સપોર્ટ ઝોન તરીકે કાર્ય કરશે. ઉપરની બાજુમાં અપટ્રેન્ડ 86,100 સુધી ચાલુ રહેવાની શક્યતા છે. જે સેન્સેક્સને 86,500 – 86,800 સુધી લઈ જવામાં મદદ કરશે.

નિફ્ટીમાં માહોલ સાવચેતીભર્યો
નિફ્ટી50 એ દૈનિક ચાર્ટ પર અપર અને લોઅર શેડો સાથે નાની નેગેટિવ કેન્ડલ બનાવી છે. સાપ્તાહિક ધોરણે 0.52 ટકાના સુધારા સાથે સ્મોલ કેન્ડલસ્ટીક આ સપ્તાહે સાવચેતીનું વલણ દર્શાવે છે. બુધવારની તેજી બાદ માર્કેટમાં વોલેટિલિટી વધી છે. છેલ્લા બે સેશનમાં સાંકડી રેન્જમાં મુવમેન્ટ જોવા મળી છે. જે સંભવિત અપટ્રેન્ડ ચાલુ રહેવાની પેટર્નનો સંકેત આપે છે. નિફ્ટી માટે 25890નું સપોર્ટ લેવલ જાળવવું મહત્ત્વનું રહેશે. જો આ લેવલ જાળવવામાં સફળ રહ્યો તો તેજીનું જોર વધશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)