સેન્સેક્સ 249 ઊછળી વર્ષની ટોચે, નિફ્ટી 18428ની નવી ટોચે બંધ
બેન્કેક્સ પણ 336 પોઇન્ટના ઉછાળા સાથે 48394.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
નિફ્ટી 18477 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી માત્ર 49 પોઇન્ટ જ દૂર રહ્યો
સેન્સેક્સ તેની ઓલટાઇમ હાઇ સપાટીથી 372 પોઇન્ટ જ દૂર રહ્યો
અમદાવાદઃ ગુલાબી ઠંડી શરૂ થઇ રહી છે. ત્યારે બીજી તરફ ભારતીય શેરબજારોમાં ફરી ફુલ ગુલાબી તેજીનો પવન ફુંકાઇ રહ્યો હોવાના ચિહ્નો જોવા મળી રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ 248.84 પોઇન્ટના ઉછાળા સાથે 61872.99 પોઇન્ટની વર્ષની ટોચે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સવારે 6 પોઇન્ટના નોમિનલ ગેપ અપ સાથે ખૂલ્યા બાદ એક તબક્કે 187 પોઇન્ટ ઘટ્યો હતો. પરંતુ મજબૂત ઇન્ડિયન ઇકોનોમિ ઇન્ડિકેટર્સ સાથે 332 પોઇન્ટ ઉછળ્યા પછી છેલ્લે 248.84 પોઇન્ટ સુધરી 61872.99 પોઇન્ટ બંધ રહ્યો હતો. બેન્કેક્સ પણ 336 પોઇન્ટના ઉછાળા સાથે 48394.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, અન્ય સેક્ટરોલ્સમાં સ્ટોક સ્પેસિફિક ચાલ વચ્ચે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 285.17 લાખ કરોડની ટોચે પહોંચ્યું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 આજે 18427.95 પોઇન્ટની નવી ટોચ નોંધાવ્યા બાદ છેલ્લે 74.25 પોઇન્ટના સુધારા સાથે 18304.40 પોઇન્ટની વર્ષની ટોચે બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબર-2021ના રોજ નિફ્ટી 18477પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ નોંધાયા બાદ આજે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ
બીએસઇ ખાતે આજે કુલ ટ્રેડેડ 3635 પૈકી 1616 સ્ક્રીપ્સમાં સુધારો અને 1905 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 20 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. મોટાભાગના ઇન્ડાઇસિસમાં પણ સ્ટોક સ્પેસિફિક ચાલ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ પરંતુ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3635 | 1616 | 1905 |
સેન્સેક્સ | 30 | 20 | 19 |
52 વીક હાઇ | 174 | 52 વીક લો | 48 |
અપર સર્કિટ | 15 | લોઅર સર્કિટ | 6 |
એફપીઆઇ- ડીઆઇઆઇ બન્ને વેચવાલ
વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 221.32 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 549.28 કરોડની નેટ વેચવાલી રહી હતી.
TOP 5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
RVNL | 60.75 | +6.05 | +11.06 |
GABRIEL | 178.15 | +14.35 | +8.76 |
RAILTEL | 135.90 | +10.80 | +8.63 |
APARINDS | 1,600.25 | +111.05 | +7.46 |
FORCEMOT | 1,562.55 | +106.95 | +7.35 |
બેન્કિંગ શેરોમાં તેજી જારી રહેવાની શક્યતા
આજે છેલ્લા અડધા કલાકના સેશનમાં બેન્ક નિફ્ટીમાં નોંધાયેલી તેજીના પગલે ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈએ
પહોંચ્યો હતો. આગળ જતા મોમેન્ટમ મજબૂત રહેવાની સાથે 43000-44000ના સ્તરે પહોંચવાની
શક્યતા છે. 41500 પર લોઅર એન્ડ સપોર્ટ દેખાય છે જે બુલ્સને ટેકો આપશે. ખાનગી અને સરકારી
બેન્કોની તેજી જારી રહેશે. – કૃણાલ શાહ, સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ
TOP 5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
UFLEX | 645.30 | -33.00 | -4.87 |
KALPATPOWR | 484.30 | -24.80 | -4.87 |
IOLCP | 341.80 | -22.45 | -6.16 |
FDC | 285.15 | -14.70 | -4.90 |
NAUKRI | 4,154.15 | -208.65 | -4.78 |
આઇટી શેર્સમાં આકર્ષણ વધવાની શક્યતા
“નિફ્ટી રેકોર્ડ ઉંચી સપાટી તરફ આગળ વધી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં સતત ઘટાડા સાથે વૈશ્વિક મેક્રો કન્સ્ટ્રક્ટ વધતા FII પ્રવાહ વધવાની તરફેણ કરે છે. યુએસ અર્થતંત્ર માટે હાર્ડ લેન્ડિંગની શક્યતા ઘટી રહી છે. જે IT શેરોમાં આકર્ષણ ફરી પાછો વધારી શકે છે. બેન્ક નિફ્ટી ઐતિહાસિક ટોચે અને મજબૂત હોવાને કારણે આ બે સેગમેન્ટ માર્કેટને વધુ નવી ટોચે લઈ જવાની ક્ષમતા દર્શાવે છે.” – ડો. વી.કે. વિજયકુમાર, ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટર્જીસ્ટ, જિયોજીત ફાઈ.સર્વિસિઝ