નિફ્ટીએ આખરે 25000 પોઇન્ટની સપાટી ક્રોસ, માત્ર 220 સેશનમાં 5000નો ઉછાળો
NIFTYને 5000 પોઇન્ટ+ થતાં લાગેલા દિવસ
તારીખ | નિફ્ટી | દિવસ |
3-9-1995 | 1000.91 | — |
27-09-2007 | 5016.40 | 2964 |
26-07-2017 | 10025.95 | 2433 |
05-02-2021 | 15014.65 | 875 |
11-09-2023 | 20008.15 | 643 |
01-08-2024 | 25000.00 | 220 |
અમદાવાદ, 1 ઓગસ્ટઃ નિફ્ટી પ્રથમ વખત રેકોર્ડ 25,000ની સપાટીએ પહોંચી ગયો છે. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ એક તબક્કે 25078.30 પોઇન્ટની ઐતિહાસિક સપાટી હાંસલ કરી લીધી છે. પરંતુ ત્યારબાદ શરૂ થયેલા સાયકોલોજિકલ સેલિંગ પ્રેશરના કારણે આ લખાય છે ત્યારે નિફ્ટી 24963 પોઇન્ટ આસપા, રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિફ્ટીને 20000 પોઇન્ટથી 25000 પોઇન્ટ સુધી સુધરતાં એટલેકે 5000 પોઇન્ટ ઉમેરવામાં 220 સેશનનો અત્યાર સુધીનો સૌથી ઓછો સમય લાગ્યો છે. નિફ્ટી 50, જેણે 1 ઓગસ્ટના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં મનોવૈજ્ઞાનિક 25,000-નો ચિહ્ન તોડ્યો હતો, તે માત્ર 220 સત્રોમાં 20,000 થી 5,000 પોઈન્ટ ઉછળ્યો હતો, જે તેને નિફ્ટીના ઈતિહાસમાં સૌથી ઝડપી 5,000 પોઈન્ટની રેલી બનાવે છે. સપ્ટેમ્બર 2007માં નિફ્ટી પ્રથમવાર 5,000ની સપાટીએ પહોંચ્યો હતો અને તેને 10,000 સુધી પહોંચવામાં એક દાયકા અથવા 2,433 દિવસનો સમય લાગ્યો હતો. ફેબ્રુઆરી 2021માં તે 15,000 પોઇન્ટની સપાટીને વટાવી ગયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)