NIFTY OUTLOOK: SUPPORT 18202- 18136, RESISTANCE 18388- 18508
અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે કરેક્શન અને નેગેટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. એક તબક્કે 18255 પોઇન્ટ થયા બાદ છેલ્લે 146 પોઇન્ટના ઘટાડા સાથે 18269 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ખાસ કરીને પીએસયુ બેન્ક્સ ટોપ લૂઝર્સ રહ્યાં હતા. અન્ય સેક્ટોરલ્સમાં પણ અડધોથી એક ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ચાર સપ્તાહની નીચી સપાટીએ બંધ આપવા સાથે સપ્તાહ દરમિયાન 1.2 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે ઇવનિંગ સ્ટાર પેટર્ન અને બેરિશ રિવર્સલ ટ્રેન્ડ દર્શાવ્યા છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવથી નેચરલ સંકેત આપી રહ્યા છે. જેમાં નિફ્ટી 18200- 18150 પોઇન્ટ અને ત્યારબાદ કરેક્શન ઘેરું બને તો 18000- 17900 પોઇન્ટ સુધી પણ ઘટી શકે છે. ઉપરમાં 18600- 18650 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની ટેકનિકલ એનાલિસ્ટ્સ સલાહ આપી રહ્યા છે.
NIFTY | 12269 | BANK NIFTY | 43220 | INFOCUS |
S-1 | 18202 | S-1 | 43001 | PRIN CEPIPE (B) |
S-2 | 18136 | S-2 | 42782 | BERGERPAINT (B) |
R-1 | 18388 | R-1 | 43518 | ICICIPRU (B) |
R-2 | 18508 | R-2 | 43817 | SBI (N) |
માર્કેટ ખૂલે તે પહેલાં ધ્યાનમાં રાખો આ મહત્વના મુદ્દાઓ
એશિયાઇ શેરબજારોમાં સુસ્ત સ્થિતિ છતાં એસજીએક્સ નિફ્ટી પોઝિટિવ રહ્યો છે
યુએસ સ્ટોક એક્સચેન્જમાં સતત બીજાં દિવસે પણ ઘટાડો નોંધાયો છે
એશિયામાં રોકાણકારો રિસેશનના ભયથી થરથરી રહ્યા છે બજારો સુસ્ત છે
ચીનની ડિમાન્ડ રિકવરીના કારણે ક્રૂડની કિંમતમાં સુધારો થયો છે
એફઆઇઆઇએ રૂ. 1975 કરોડનો માલ વેચવા સામે ડીઆઇઆઇએ રૂ. 1542 કરોડનો માલ ખરીદ્યો
BANK NIFTY OUTLOOK: SUPPORT 43001- 42782, RESISTANCE 43518- 43817
બેન્ક નિફ્ટીમાં શુક્રવારે ઉપરમાં 43598 પોઇન્ટની સપાટી જોવાયા બાદ ડાઉન મૂવની શરૂઆત થવા સાથે એક તબક્કે ઘટી 32081 પોઇન્ટ થઇ છેલ્લે 279 પોઇન્ટના ઘટાડા સાથે 43220 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ બેરિશ રહેવા સાથે પીએસયુ બેન્ક શેર્સ ઘટાડામાં મોખરે રહ્યા છે. 44152 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ નિફ્ટીએ વીકલી ચાર્ટ ઉપર બેરિશ રિવર્સલ પેટર્ન- શૂટીંગ સ્ટાર રચી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ બની રહ્યા છે. બેન્ક નિફ્ટી માટે હવે 43800 મહત્વની હર્ડલ બની રહે તેવી શક્યતા છે. 43001- 42782 પોઇન્ટની મહત્વની સપોર્ટ અને 43518- 43817 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)