આ શેરમાં પણ આઇટીસીના શેર જેવું પુનરાવર્તન થવાની શક્યતાઃ નિષ્ણાતો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ, નિફ્ટી સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી રહ્યા છે. ત્યારે લૌરસ લેબ્સનો શેર સતત કડાકા સાથે વર્ષની રૂ. 626ની ટોચથી ગગડતો રહી રૂ. 400ના તળિયા આસપાસ રમી રહ્યો છે. એક બ્રોકરેજ હાઉસે ચેતવણી ઊચ્ચારી છે કે, શેરનો ભાવ રૂ. 350 આસપાસ થઇ જશે.

આવો ચેક કરીએ આ શેરના ટેક્નો- ફન્ડામેન્ટલ્સ

મજબૂત ફન્ડામેન્ટલ્સ એટ એ ગ્લાન્સ

કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 233 કરોડ (રૂ. 201.90 કરોડ) નોંધાવ્યો છે. જ્યારે તેનાવેચાણો 31 ટકા વધી રૂ. 11575.89 કરોડ (રૂ. 1203 કરોડ) થયા છે. EBITDA 29 ટકા વધી રૂ. 449 કરોડ અને માર્જિન 28.5 ટકા રહ્યા છે.

ટેકનિકલ ઇન્ડિકેટર્સ એટ એ ગ્લાન્સ

શેરનો ભાવ તેની 5, 20, 50, 100 અને 200 દિવસીય મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહ્યો છે. પરંતુ મજબૂત ફ્ન્ડામેન્ટલ્સ જોતાં આ શેરમાં ચોક્કસ વર્ગ ફેન્સી ખોરવવા પ્રયાસ કરી રહ્યો હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે.

શેરનો ભાવ ઘટવા માટે કેવાં કારણો રજૂ થાય છે

એન્ટિરિટ્રોવાયરલ (એઆરવી) પ્રાઇસિંગ અને પેક્લોવિડ સેલ્સના કારણે કંપનીની કામગીરીને અસર થઇ શકે છે. કંપની ભારત સ્થિત ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી કંપની છે. કંપની એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયેન્ટ્સ બનાવે છે. કંપનીએ ઓરલ સોલિડ ફોર્મ્યુલેશન્સ પણ ડેવલોપ કર્યા છે. ટૂંકમાં કંપની ફાર્મા સેક્ટરમાં પણ સ્પેશિયલ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે.

આઇટીસીનું રિપિટેશન થઇ રહ્યું હોવાની બજારમાં ચર્ચા

ટેક્નો ફન્ડામેન્ટલી મજબૂત હોવા છતાં આ શેરમાં જે રીતે ફેન્સી ઘટાડાઇ રહી છે. તે જોતાં માર્કેટમાં કોર્નરિંગ ચાલી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યોગ્ય અભ્યાસ અને અનુભવના આધારે શેરબજારના રોકાણકારો બોટમ ફિશિંગ કરી શકે તેવી સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે 1.8 ટકાનો સુધારો નોંધાયો શેરમાં

બુધવારે બપોરે 2.26 કલાક આસપાસ કંપનીનો શેર રૂ. 7 (1.8 ટકા)ના સુધારા સાથે રૂ. 397.30ની સપાટી આસપાસ રમતો હતો. માર્કેટ નિષ્ણાતો આ શેરમાં એકાદ વર્ષમાં 20-30 ટકા ગ્રોથની ધારણા સેવી રહ્યા છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

(in Cr.)Sep-22Jun-22Mar-22Dec-21Sep-21FY 21-22
Revenue1,498.161,495.251,377.66932.581,176.204,707.04
Other Income4.102.932.297.194.5021.55
Total Income1,502.261,498.181,379.95939.771,180.704,728.59
Expenditure-1,110.03-1,104.57-1,034.04-738.10-862.98-3,517.70
Interest-37.91-27.50-29.29-20.94-20.59-95.86
PBDT392.23393.61345.91201.67317.721,210.89
Depreciation-75.55-66.00-60.94-59.72-59.33-235.48
PBT316.68327.61284.97141.95258.39975.41
Tax-89.24-96.00-63.75-32.79-60.76-225.32
Net Profit227.44231.61221.22109.16197.63750.09
Equity107.47107.47107.47107.47107.32107.47
EPS4.234.314.112.043.6813.97
CEPS5.645.545.253.144.7918.34
OPM %28.7128.1627.2323.8728.7627.76
NPM %15.1815.4916.0611.7116.8015.94

(સ્રોતઃ બીએસઇ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)