અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે 18678 પોઇન્ટનો નવો હાઇ બનાવવા સાથે સુધારાની આગેકૂચ જાળવી રાખી અને છેલ્લે 55 પોઇન્ટના સુધારા સાથે 18618 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ઇક્વલ રહી હતી.

ટેકનિકલી જોઇએ તો ચાર્ટ ઉપર નિફ્ટીએ હાયર એન્ડ નજીક ડોજી કેન્ડલ રચીને 18480- 18580ના લેવલ્સ કરતાં ઉપર  બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં શોર્ટ ટર્મ કરેક્શન આવે તો પણ આ લેવલ્સ જળવાઇ રહે તેવી શક્યતા વિશેષ રહેશે. ઉપરમાં  18800 પોઇન્ટની સપાટી મહત્વના રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે 18554- 18490ના સપોર્ટ અને 18680- 18742ના રેઝિસ્ટન્સ લેવલ્સ મુજબ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY18618BANK NIFTY43053IN FOCUS
S-118554S-142915MOIL (B)
S-218490S-242777COLPAL (B)
R-118680R-143236ESCORTS (S)
R-218742R-243418INDIACEM (B)

BANK NIFTY OUTLOK: SUPORT 42915- 42777, RESISTANCE 43236- 43418

BANK NIFTY એ પણ મંગળવારે 33 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 43053 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું છે. જોકે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ વીક રહી હતી.

ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીએ લોઅર ટોપની રચના આપ્યા પછી ફ્લેટથી સાધારણ પોઝિટિવ બંધ આપ્યું ગણાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, 42700 પોઇન્ટની 8 દિવસની એવરેજ નીચે જાય તો માર્કેટમાં સેલ સિગ્નલ જોવા મળે છે. ઉપરમાં 43500- 43800 સુધીની સુધારાની શક્યતા પણ ધ્યાનમાં રાખી શકાય.

બીએસઇ ખાતે બુધવારે સળંગ છઠ્ઠા દિવસે પણ સુધારાની ચાલ છતાં ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ ધીરે ધીરે સાવચેતીથી પ્રોફીટ બુકિંગનો બની રહ્યો છે. માટે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે આગળ વધવા ખાસ સલાહ છે.

રિલાયન્સ વિશે

રિલાયન્સે સતત બીજા દિવસે 2700નું લેવલ જાળવી રાખ્યું છે. જો બુધવારે પણ આ લેવલ ઉપર સુધારા સાથે બંધ આવે તો 2856ના જૂના ટોપને ક્રોસ કરી શકે તે શક્યતા ધ્યાને રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકાય.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)