NIFTY OUTLOOK: SUPPORT 18765- 18717, RESISTANCE 18874- 18936
અમદાવાદઃ વૈશ્વિક શેરબજારોમાં સંગીન સુધારાની ચાલ પાછળ ભારતીય શેરબજારોએ સળંગ છઠ્ઠા દિવસે પણ તેજીની ચાલ નવી ઊંચાઇ સર કરી હતી. સેન્સેક્સ 65000 અને નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી રહ્યા છે. ગુરુવારે નિફ્ટીએ 54 પોઇન્ટના સુધારા સાથે 18812 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી-50માં ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન જોવા મળી શકે છે. જેમાં માર્કેટ કરેક્શનનો અનુભવ કરી શકે છે. હળવા પ્રોફીટ બુકિંગ વચ્ચે નિફ્ટીએ 18765- 18717 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ જાળવવો જરૂરી રહેશે. ઉપરમાં 18874- 18936 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણીને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 18813 | BANK NIFTY | 43261 | IN FOCUS |
S-1 | 18765 | S-1 | 43070 | WIPRO (B) |
S-2 | 18717 | S-2 | 42879 | DIVIS LAB (B) |
R-1 | 18874 | R-1 | 43483 | BHARTI (B) |
R-2 | 18936 | R-2 | 43706 | M&M (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 43070- 42879, RESISTANCE 43483- 43706
ગુરુવારે બેન્ક નિફ્ટી અને ઇન્ડેક્સ બેઝસ્ડ સ્ટોક્સમાં સેલિંગ પ્રેશરની અસર જોવાઇ હતી. છતાં ઇન્ડેક્સ 29 પોઇન્ટના સુધારા સાથે 43261 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. 43500 પોઇન્ટ આસપાસ રેઝિસ્ટન્સ જોવાય છે. બેરિશ હેમર કેન્ડલ અને 42900 પોઇન્ટ નીચેની ચાલ માર્કેટ માટે કરેક્શન ઘેરું બનાવી શકે છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)