અમદાવાદઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ. આગામી 2023ના વર્ષમાં યોજાનારા તેના આઇપીઓ માટે ઇન્વેસ્ટર બેન્કર તરીકે ICICI Securities, Axis Capital, HSBC Securities, Motilal Oswal Investment Advisors, SBI Capital, HDFC Bank અને IDBI Capital એમ કુલ સાત બેન્ક્સની પસંદગી કરે તેવી સંભાવના હોવાનું બજાર સૂત્રો જણાવી રહ્યા છે. 2017માં બમ્પર લિસ્ટિંગ સાથે લિસ્ટ થયેલી સીડીએસએલ ( Central Depository Services Limited) પછી એનએસડીએલ બીજી કંપની છે કે જેનો આઇપીઓ ટૂંક સમયમાં યોજાવા જઇ રહ્યો છે. એનએસડીએલમાં IDBI Bank 26.1 ટકા અને NSE 24 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. અન્ય શેરધારકોમાં HDFC Bank 9.95, SBI 5, Deutsche Bank AG 5 અને Citi Bank, HSBC તથા Standard Chartered Bank પ્રત્યેક 3.13 ટકા હોલ્ડિંગ ધરાવે છે.  જ્યારે કેન્દ્ર સરકાર પણ 6.83  ટકા હિસ્સો ધરાવે છે. ઇશ્યૂની સાઇઝ આશરે Rs 2,500 crores આસપાસ કે તેથી વધુ રહેશે તેવું બજાર સૂત્રો જણાવી રહ્યાં છે.

કંપનીની વેબસાઇટ અનુસાર તા. 31 જુલાઇ-22ની સ્થિતિ અનુસાર NSDL ખાતે 2,84,31,848 એક્ટિવ ઇન્વેસ્ટર્સ, 57,262 DP સર્વિસ સેન્ટર્સ અને Rs 306.72 lakh crores ની ડિમેટ કસ્ટડી વેલ્યૂ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સીડીએસએલે 2017માં રૂ.524 કરોડનો આઇપીઓ યોજ્યો હતો. જે 170 ગણો છલકાઇ ગયો હતો.

CDSL રૂ. 149ની ઇશ્યૂ પ્રાઇસ સામે હાલ રૂ. 1249નો ભાવ!!!

સીડીએસએલ 7 કરોડથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ ધરાવે છે. અને તેના પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 149ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં શેરનો એનએસઇ ખાતે ભાવ હાલમાં રૂ. 1249 (મંગળવારનો બંધ ભાવ) ચાલી રહ્યો છે.