મુંબઇ, 6 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનએસઈ એકેડમી લિમિટેડ (એનએએલ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સે (એનઆઈએસએમ) સિક્યોરિટીઝ અને ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો બંનેની કુશળતાઓ અને જ્ઞાન વધારવા માટે તૈયાર કરાયેલો એક જોઇન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ પૂરો પાડવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

આ જોઇન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ પાયાનું જ્ઞાન ઇચ્છતા નવાસવા લોકોથી માંડીને પોતાની કુશળતા વધારવા માંગતા નિષ્ણાંતો સુધીના શીખવા માંગતા વિવિધ વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવશે. કેમ્પસ ઇમર્સન અને કેપ્સ્ટોન પ્રોજ્ક્ટસ સાથેનો વીકેન્ડ પ્રોગ્રામ પીજી સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ફિનટેક આ સહયોગ હેઠળ પૂરો પાડવામાં આવતો પહેલો જોઇન્ટ પ્રોગ્રામ છે. એનએએલ અને એનઆઈએસએમ કેપિટલ માર્કેટ્સ, રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ એનાલિસીસ અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં અન્ય પ્રોગ્રામ્સ ઓફર કરશે.