મુંબઇ, 10 જાન્યુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના આર્કોઇરિસ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે સંકળાયેલ સુબલ સરકાર અને ધનેશ સરકાર નામની વ્યક્તિઓ  તથા ક્રેડિટબુલ્સ ઈન્ડિયા નામની કંપની સાથે સંકળાયેલ ધારા ભરડિયા અને ધવલ સોલાણી નામની વ્યક્તિઓ લોકો પાસેથી ફંડ એકત્ર કરી રહી છે અને શેરબજારમાં બિનઅધિકૃત પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ અને રોકાણો પર ખાતરીપૂર્વક/ગેરંટેડ વળતર પૂરા પાડે છે. એ પણ નોંધવું જોઈએ કે ઉપરોક્ત વ્યક્તિ સુબલ સરકાર ટ્રેડિંગ મેમ્બર (TM) સાથે અધિકૃત વ્યક્તિ (AP) તરીકે સંકળાયેલ/નોંધણી થયેલ હતી અને એપી તરીકે ઉક્ત એસોસિએશન/નોંધણી પાછળથી ટીએમ દ્વારા રદ કરવામાં આવી હતી. ટ્રેડિંગ મેમ્બરે અધિકૃત વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/બાંયધરી/ ખાતરીપૂર્વકનું વળતર આપતી કોઈપણ વ્યક્તિ/સંસ્થા દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. એ પણ નોંધવું જોઇએ કે ઉપરોક્ત વ્યક્તિઓ/એન્ટિટી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સભ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલા નથી.

આવી પ્રતિબંધિત યોજનાઓમાં ભાગીદારી રોકાણકારોના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર હોય છે કારણ કે આવી યોજનાઓ ન તો એક્સચેન્જ દ્વારા મંજૂર કરવામાં આવી છે કે ન તો તેને સમર્થન આપવામાં આવ્યું છે.  

રોકાણકારો નોંધી લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો માટે નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં.

એક્સચેન્જના અધિકારક્ષેત્ર હેઠળ રોકાણકારોના રક્ષણના લાભોએક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિએક્સચેન્જ દ્વારા સંચાલિત ફરિયાદ નિવારણ પદ્ધતિ