સાંઇ ટ્રેડર્સ- સુશીલ ત્યાગી, મનીષ પટેલ સામે NSEની રોકાણકારો માટે ચેતવણી
મુંબઇ, 27 જૂનઃ
નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે મોબાઇલ નંબર 7415945232 અને 8819851004 દ્વારા ઓપરેટ કરતી “સાંઇ ટ્રેડર્સ” નામના એકમ સાથે સંકળાયેલી “સુશીલ ત્યાગી” નામની વ્યક્તિ શેરબજારમાં ટ્રેડિંગ, રોકાણો પર બાંયધરી સાથેના વળતર માટે સિક્યોરિટી માર્કેટ્સની ટિપ્સ પૂરી પાડે છે અને રોકાણકારોને લોગ ઇન તથા પાસવર્ડ શેર કરવાનું જણાવીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સ હેન્ડલ કરવાની ઓફર કરે છે. આ ઉપરાંત મોબાઇલ નંબર “7597828121” અને ટેલિગ્રામ ચેનલ “”manish_patel_minish_wealth_stok” દ્વારા ઓપરેટ કરતી “મનીષ” નામની વ્યક્તિ શેરબજારમાં ટ્રેડિંગ, રોકાણો પર બાંયધરી સાથેના વળતર માટે સિક્યોરિટી માર્કેટ્સની ટિપ્સ પૂરી પાડે છે અને રોકાણકારોને લોગ ઇન તથા પાસવર્ડ શેર કરવાનું જણાવીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સ હેન્ડલ કરવાની ઓફર કરે છે. રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)