મુંબઇ, 11 નવેમ્બરઃ એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ 04 નવેમ્બર, 2024ના રોજ રેગ્યુલેશન એશિયા એવોર્ડ્સ ફોર એક્સલન્સ 2024 ખાતે માર્કેટ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેણીમાં “એક્સચેન્જ ઇનિશિયેટિવ ઓફ ધ યર”નું સન્માન પ્રાપ્ત કર્યું છે.

આ એવોર્ડ નિયામકો, ઔદ્યોગિક સંસ્થાનો, બજારના સહભાગીઓ, માળખા અને મૂડી બજારના બીજા હીતધારકોને સામેલ કરતાં સહિયારા પ્રયાસોની ઓળખ કરે છે. આ પહેલોમાં નવી ટેક્નોલોજી, ઔદ્યોગિક પ્લેટફોર્મ, સમાન પ્રથાઓ, ધોરણો અને બીજા પ્રોજેક્ટ્સના સહિયારા વિકાસ સામેલ છે, જેનાથી મૂડી બજાર ઇકોસિસ્ટમને નોંધપાત્ર લાભ થયો છે. આ એવોર્ડ મજબૂત, પારદર્શક અને કાર્યક્ષમ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપવાના NSE IXના પ્રયાસોને દર્શાવે છે.

આ અમારી સમગ્ર ટીમની મહેનત અને સમર્પણનો પુરાવો છે કે જેમણે અદ્યતન ઉકેલો લાગુ કરવામાં તથા ઉત્કૃષ્ટતાના સર્વોચ્ચ ધોરણો જાળવવામાં સખત મહેનત કરી છે. અમે આ સન્માન બદલ કૃતજ્ઞ છીએ તથા ફાઇનાન્સિયલ માર્કેટમાં ઇનોવેશન અને નેતૃત્વને જાળવી રાખીશું.