નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ) સ્થાપિત કરવા 19 ડિસેમ્બર, 2022ના  રોજ સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી.

ભારત સરકારે ગેઝેટ જાહેરનામું બહાર પાડીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) ધારા, 1956 અંતર્ગત નવી સીક્યોરિટી “ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી)”ની જાહેરાત કરી છે. નવી સીક્યોરિટી ઝેડસીઝેડપી લાયકાતના માપદંડો પૂર્ણ કરીને ફંડ ઊભું કરવા NSEના સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટમાં નોંધણી કરાવીને તેની અંતર્ગત નોટ ફોર પ્રોફિટ (એનપીઓ) દ્વારા પબ્લિકલી કે પ્રાઇવેટલી (જાહેર કે ખાનગી) ઇશ્યૂ કરી શકશે. અત્યારે નિયમનો ઇશ્યૂની લઘુતમ સાઇઝ તરીકે રૂ. 1 કરોડની મર્યાદા ધરાવે છે અને સબસ્ક્રિપ્શન માટે એપ્લિકેશનની લઘુતમ સાઇઝ રૂ. 2 લાખ નક્કી કરી છે. ઝેડસીઝેડપીનું સબસ્ક્રિપ્શન સમાજોપયોગી દાન તરીકે થશે.

NSEના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે NSE દેશ માટે મૂડી સર્જન કરવામાં હંમેશા પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે. અમે NSEના સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા કામ કરી રહ્યાં છીએ. અમારું માનવું છે કે, આ પ્લેટફોર્મ સતત વિકાસ લક્ષ્યાંકોમાં પ્રદાન કરતાં સામાજિક ઉદ્યોગસાહસોને અતિ લાભદાયક બનશે.