જાહેર ક્ષેત્રના IPO એક નજરે

COMPANY(Rs.crore)
COAL INDIA22557.62
LIC20557.23
COAL INDIA15199.44
STATE BANK15000.00
ONGC12766.78
NTPC LTD11469.39
GENERAL INSU.11256.83
ONGC10542.40

અમદાવાદ, 11 એપ્રિલઃ NTPC ગ્રીન એનર્જી તેના રૂ. 10,000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કંપનીએ આઇપીઓના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને શોર્ટલિસ્ટ કર્યા હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે, 2022માં આવેલા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આઇપીઓમાં રોકાણકારોએ આંગળા દઝાડ્યા પછીની સરકારી કંપનીની આ બીજી સૌથી મોટી ઓફર હશે. IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, HDFC બેંક, IIFL સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટને ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી બિડ પછી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. IDBI કેપિટલની બિડ સૌથી ઓછી છે. ગોલ્ડમેન સૅક્સ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ડીએએમ કેપિટલ સહિત દસ ઈન્વેસ્ટમેન્ટ બેંકોએ આઈપીઓ આદેશ માટે બિડ કરી હોવાનું સૂત્રો જણાવે છે.

CPSEs14563.801290.1315853.93
PSBs0.0017250.0017250.00
PSFIs0.000.000.00
SLPEs0.000.000.00
OTHER0.000.000.00
TOTAL :14563.8018540.1333103.93

એનટીપીસી ગ્રીનના આઇપીઓના મુખ્ય હેતુઓ

IPOની આવકનો ઉપયોગ સૌર ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયામાં NTPCની પેટાકંપનીના ચાલુ અને ભાવિ પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ: NTPC ગ્રીનને એપ્રિલ 2022માં NTPCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે પેરેંટ કંપનીની રિન્યુએબલ એનર્જી એસેટ્સને એકીકૃત કરવા માટે સામેલ કરવામાં આવી હતી. NTPCએ અગાઉ NTPC ગ્રીનમાં 20 ટકા હિસ્સો વ્યૂહાત્મક રોકાણકારને વેચવાની યોજના બનાવી હતી. મલેશિયાની ઉર્જા કંપની પેટ્રોનાસ $460 મિલિયનની ઓફર સાથે હિસ્સા માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવી હતી. જોકે, કંપનીએ પાછળથી હિસ્સો વેચવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. NTPC ગ્રીન એનર્જીનો હેતુ FY25માં IPO સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)