અમદાવાદ. 6 માર્ચ: ઑનલાઇન બોન્ડ પ્લૅટફોર્મ પ્રોવાઇડર અસોસિએશન ઑફ ઇન્ડિયા (OBPPAI) દ્વારા સિક્યુરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI), NSE, BSE, NSDL, CDSLના સહયોગમાં બોન્ડ સેન્ટ્રલના લૉન્ચની ઘોષણા કરવામાં આવી છે. OBPP પ્લૅટફોર્મના લૉન્ચ થવા પછી, છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેટ બોન્ડ અને SDIsના માસિક વ્યવહારોમાં 327% ટકાનો વિકાસ જોવા મળ્યો છે.

બોન્ડ સેન્ટ્રલની રચના કોર્પોરેટ બોન્ડ માર્કેટમાંના માહિતીના અંતરને ઘટાડવા હેતુસર કરવામાં આવી છે, જેથી રોકાણકારો વ્યાપક શૈક્ષણિક સંસાધનોની સહાયથી શોધ આદરી શકે. ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટને વધુ સુદ્રઢ બનાવવાના તેમજ રિટેલ રોકાણકારોને સ્થિરતા પ્રદાન કરતા રોકાણના વિકલ્પો પૂરા પાડવાના સેબીના નિરંતર પ્રયાસો સાથે આ સુસંગત છે.

શ્રીમતી અદિતી મિત્તલ, OBPP અસોસિએશનના અધ્યક્ષ અને IndiaBondsના સહ-સંસ્થાપકે જણાવ્યું, “ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટને તેની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા માટે રોકાણકારોને સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને સુલભતાની જરૂર છે—બોન્ડ સેન્ટ્રલ આ ત્રણેય મોરચે પૂર્ણ કામગીરી બજાવે છે. આશિષ જિંદાલ, OBPPના ડિરેક્ટર અને ગ્રિપ ઇનવેસ્ટના સહ-સંસ્થાપકે ઉલ્લેખ કર્યો, ડેટા, કિંમત, સરખામણીઓ અને જોખમ સંબંધી જાણકારીઓને એકીકૃત કરવા માટે ટેક્નોલોજી વડે અમે ડેટા-આધારિત, પારદર્શક ઇકોસિસ્ટમ બનાવી રહ્યાં છીએ, જેથી રોકાણકારોને સશક્ત બનાવી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)