અમદાવાદ, 27 માર્ચઃ પી એન ગાડગિલ જ્વેલર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. કંપનીના આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 8,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 2,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 11,000 મિલિયન સુધીની છે. વેચાણ માટેની ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના એસવીજી બિઝનેસ ટ્રસ્ટ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 2,500 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલ ફંડનો ઉપયોગ મહારાષ્ટ્રમાં 12 નવા સ્ટોર્સ સ્થાપવા માટેના ખર્ચને ફંડ પૂરું પાડવા માટે,કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અથવા પૂર્વ ચુકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

પી એન ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ એ નાણાંકીય વર્ષ 2021 અને નાણાંકીય વર્ષ 2023ની વચ્ચે 56.50 ટકાનો એબિટા વૃદ્ધિ તથા નાણાંકીય વર્ષ 2023માં સ્ક્વેર ફૂટ દીઠ સૌથી વધુ આવક મેળવી હતી. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીએ 33 સ્ટોર્સમાં વિસ્તરણ કર્યું હતું જેમાં મહારાષ્ટ્ર અને ગોવામાં 18 શહેરોમાં 32 સ્ટોર્સ તથા અમેરિકામાં એક સ્ટોર્સનો સમાવેશ થાય છે. તમામ સ્ટોર્સ કંપની દ્વારા ઓપરેટ અને મેનેજ કરવામાં આવે છે અને 23 સ્ટોર્સ કંપની હસ્તકના અને 10 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ છે જે ફ્રેન્ચાઇઝીની માલિકીના અને કંપની ઓપરેટેડ (“FOCO”) મોડલ પર છે. આ સ્ટોર્સ પૈકી 19 સ્ટોર્સ લાર્જ ફોર્મેટ સ્ટોર્સ, 11 સ્ટોર્સ મીડિયમ ફોર્મેટ સ્ટોર્સ અને 3 સ્ટોર્સ સ્મોલ ફોર્મેટ સ્ટોર્સ છે.

લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)