PGIM INDIA AMC એ ONDC નેટવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ્સ લાવવા માટે સાયબ્રિલા સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા PGIMની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
PGIM ઈન્ડિયાનું ઇન્ટિગ્રેશન ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્લેટફોર્મ્સ માટે બેકેન્ડ રેઇલ્સ પૂરા પાડીને સાયબ્રિલા ટેક્નોલોજીસ (સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ) દ્વારા સક્ષમ કરવામાં આવ્યું છે. PGIM ઈન્ડિયા એએમસી આ ફ્રેમવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સનો તેનો પોર્ટફોલિયો લાવે છે જ્યારે ઓએનડીસી નેટવર્ક ઓપન, ઇન્ટરઓપરેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે જે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ ઘટાડે છે અને પહોંચ વધારે છે જેનાથી સમગ્ર ભારતના બહોળા રોકાણકાર વર્ગ માટે ભાગ લેવાનું સરળ બને છે.
PGIM ઈન્ડિયા એએમસીનો ઉદ્દેશ્ય નીચી ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ તથા વધુ પારદર્શકતા સાથે મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની સરળ એક્સેસ ઓફર કરીને સ્થાનિક ઉદ્યોગસાહસિકો, ફિનટેક પ્લેટફોર્મ્સ અને નાના શહેરના રોકાણકારો સહિતના, ખાસ કરીને ટિયર 2, ટિયર 3 અને ગ્રામીણ વિસ્તારોના ડિસ્ટ્રીબ્યુટર્સને સશક્ત બનાવવાનો છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત પહેલ ઓએનડીસી ડિજિટલ કોમર્સ માટે એક ઓપન, ઇન્ટરઓપરેબલ મોડેલને પ્રોત્સાહન આપે છે, જે સમાવેશકતા અને વ્યાપક ભાગીદારી તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઓએનડીસી નેટવર્કમાં જોડાઈને PGIM ઈન્ડિયા નીચે મુજબના કામો કરી શકે છેઃ
- કિફાયતી, યુઝર-ફ્રેન્ડલી મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે સ્થાનિક અને ડિજિટલ ડિસ્ટ્રીબ્યુટર્સને સક્ષમ કરવા
- ડેઈલી એસઆઈપી અને લક્ષ્યાંક આધારિત પ્લાન જેવા નવીનતમ, માઇક્રો-ઇન્વેસ્ટમેન્ટ ફોર્મેટ્સ લોન્ચ કરવા જે નવા રોકાણકાર વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયા છે
- સરળ કેવાયસી અને ગેટવે ઓપરેશન્સ સહિત ઓએનડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઇને વધુ સારી ખર્ચ અસરકારકતા
આ સહયોગ PGIM ઈન્ડિયાના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આધારિત નાણાંકીય સમાવેશને આગળ વધારવાના મિશનને પુનઃપુષ્ટિ આપે છે, જેથી દરેક ભારતીયને સંપત્તિ નિર્માણમાં વિશ્વાસપૂર્વક ભાગ લેવાની તક મળે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
