PGIM INDIA ASSET MANAGEMENT PVT LTD. એ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 12 નવેમ્બર: પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે પીજીઆઈએમ ઈન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. વિવિધ એસેટ વર્ગોમાં વ્યૂહાત્મક ડાયવર્સિફિકેશન થકી લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવા માટે તૈયાર કરવામાં આવેલી આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે.
ન્યૂ ફંડ ઓફર માટે સબ્સ્ક્રીપ્શન 11 નવેમ્બર, 2025થી શરૂ થાય છે અને 25 નવેમ્બર, 2025ના રોજ પૂરું થાય છે. આ સ્કીમ સબ્સ્ક્રીપ્શન માટે 03 ડિસેમ્બર, 2025ના રોજ ફરીથી ખૂલે છે.
આ ફંડ રોકાણકારોને વિવિધ બજાર ચક્રો મુજબ ડાયનેમિક એલોકેશન સાથે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) જેવા વિવિધ એસેટ ક્લાસમાં એક્સપોઝર પૂરું પાડે છે.
Asset Allocation

મલ્ટી એસેટ એલોકેશન ફંડના લાભઃ
- વિવિધ આર્થિક પરિસ્થિતિઓમાં વિવિધ એસેટ ક્લાસ અલગ અલગ રીતે કામ કરે છે.
- લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે ઇક્વિટી ઉત્તમ છે પરંતુ ઘટાડાના ચક્ર દરમિયાન ખૂબ જ ઓછાથી માંડીને નહિવત રક્ષણ પૂરું પાડે છે, જ્યારે ડેટ સ્થિર વળતર આપી શકે છે પરંતુ તેજીમાં તેનો લાભ મળતો નથી.
- કિંમતી ધાતુઓ મંદીના સમયે ઘટાડા તરફી વધુ રક્ષણ પૂરું પાડી શકે છે.
- મુખ્ય એસેટ ક્લાસના મિશ્રણ સાથેનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો લાંબા ગાળે રિસ્ક-એડજસ્ટેડ વળતર પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
- જો ઇક્વિટી રોકાણો 65 ટકાથી વધુ હોય તો ઇક્વિટી-લક્ષી ઉપાય સાથેનું કરવેરા-કાર્યક્ષમ માળખું.
- પ્રોફેશનલ રિબેલેન્સિંગ અને ઓછા ભાવનાત્મક પૂર્વગ્રહ દ્વારા વર્તણૂંકનો લાભ.
- કિંમતી ધાતુઓને વ્યૂહાત્મક ફાળવણી, જેણે ઐતિહાસિક રીતે ઇક્વિટીમાં મંદી દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. (સ્ત્રોત: MFI ICRA, FactSet). દાખલા તરીકે વૈશ્વિક નાણાંકીય કટોકટી (2008), યુરો ઝોન સોવરિન ડેટ કટોકટી (2010).
આ ફંડનું સંચાલન વિવેક શર્મા (ઇક્વિટી પોર્શન), આનંદ પદ્મનાભન અંજનેય (ઇક્વિટી પોર્શન), ઉત્સવ મહેતા (ઇક્વિટી પોર્શન) અને પુનીત પાલ (ડેટ પોર્શન) દ્વારા કરવામાં આવશે. આ ફંડ નિફ્ટી 500 ટીઆરઆઈના 60 ટકા, ક્રિસિલ શોર્ટ ટર્મ બોન્ડ ઇન્ડેક્સના 20 ટકા, સોનાના સ્થાનિક ભાવના 10 ટકા અને ચાંદીના સ્થાનિક ભાવના 10 ટકા સામે બેન્ચમાર્ક થયેલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
