PHOTO STORY: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
નવી દિલ્હી, 18 મે: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયર દે લા લીઝન દ’ ઓનર’ (Chevalier de la Légion d’honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે તેમને આ સન્માન આપ્યું છે. યુરોપ અને વિદેશી બાબતોના ફ્રાન્સના મંત્રી કેથરીન કોલોનાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરફથી ચંદ્રશેખરનને આ સન્માન આપ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં ટાટા ગ્રૂપની માલીકીના એર ઇન્ડિયાએ એરબસ પાસેથી 250 એરક્રાફ્ટ્સ ખરીદવા માટે એરબસ સાથે અબજો ડોલરનો સોદો કર્યો હતો, જેમાં 21- એ320 નિયો પ્લેન અને 40 એ350 એરક્રાફ્ટ સામેલ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ટાટા ટેક્નોલોજીસે ફ્રાન્સમાં ટુલૂઝમાં તેના ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેથી વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ન્યુ-એજ પ્રોડક્ટ એન્જિનિયરીંગ અને ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.