Plaza Wires Limitedનો આઈપીઓ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી લોકપ્રિય રહ્યો, કુલ 161 ગણો સબ્સ્ક્રાઈબ્ડ
પ્લાઝા વાયર્સ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (times) |
QIB | 42.84 |
NII | 388.07 |
Retail | 374.73 |
Total | 160.96 |
અમદાવાદ, 5 ઓક્ટોબરઃ Plaza Ltd.નો આઈપીઓ અંતિમ દિવસે 160.59 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ ડિમાન્ડિંગ આઈપીઓ રહ્યો છે. પ્લાઝા વાયર્સના કુલ રૂ. 71.28 કરોડના આઈપીઓ માટે એનઆઈઆઈ અને રિટેલ રોકાણકારોએ સૌથી વધુ રૂચિ દર્શાવી છે. એનઆઈઆઈ પોર્શન 441.86 ગણો અને રિટેલ 372.31 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. ક્યુઆઈબી પોર્શન પણ 42.84 ગણો ભરાયો છે. આ સાથે કુલ 8253.86 કરોડની એપ્લિકેશન્સ થઈ હતી.પનીએ રૂ. 51થી 54ની પ્રાઈસ બેન્ડ પર કુલ 277 શેર્સ એલોટ કરતાં રૂ. 71.28 કરોડનો આઈપીઓ ઈશ્યૂ યોજ્યો હતો. જેના શેર એલોટમેન્ટ 9 ઓક્ટોબરે અને લિસ્ટિંગ 13 ઓક્ટોબરે થવાની શક્યતા છે. આઈપીઓ ઈશ્યૂ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહ્યો હતો.
Plaza Wiresના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 23 પ્રિમિયમ બોલાઈ રહ્યાં હતાં. જે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 54 સામે 43 ટકા પ્રિમિયમ દર્શાવે છે. કંપનીના ટોપ અને બોટમ લાઈનમાં સ્થિર ગ્રોથ હોવાની સાથે તેની વિસ્તરણ યોજનાઓ અને નાણાકીય વર્ષના નફાને ધ્યાનમાં લેતાં બ્રોકરેજ હાઉસિસે રોકાણ કરવા સલાહ આપી હતી. જો કે, માર્કેટમાં તેના મજબૂત હરિફો છે.
પ્લાઝા વાયર્સે આઈપીઓ લોન્ચિંગના એક દિવસ અગાઉ સફળ એન્કર બીડ હાંસિલ કરી હતી. જેમાં એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 20 કરોડનું ફંડ હાંસિલ કર્યું હતું. એન્કર ઈન્વેસ્ટર ચાણક્ય ઓપોર્ચ્યુનિટીઝ ફંડ-1 અને એસ્ટોર્ન કેપિટલ યુસીસી-એઆરવીઈએન હતાં.
ચાલુ કેલેન્ડર વર્ષમાં માત્ર 3 આઈપીઓમાં 100 ગણાંથી વધુ સબ્સ્ક્રિપ્શન
આઈપીઓ | સબ્સ્ક્રિપ્શન |
પ્લાઝા વાયર્સ લિ. | 160.97 |
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક | 110.77 |
આઈડિયાફોર્જ ટેક્નોલોજી | 106.06 |
એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ | 97.11 |
રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ | 93.99 |