AHMEDABAD, 18 SEPTEMBER: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 15 MWના ગ્રીન-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ધાટન કર્યું. પ્લાન્ટની ડિઝાઇન, EPC અને કમિશનિંગ પ્રોઝીલ ઇન્ફ્રા રિન્યુએબલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રૂ.95.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. તે વાર્ષિક 30.88 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, અને 24,000 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને સ્થાનિક ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડશે. અંદાજે રૂ.750 કરોડના અને 131 MWની સક્ષમતા ધરાવે છે અને આગામી છથી આઠ મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા છે.

પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનન ઠક્કરે જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલ 15 MW ગ્રીન કનેક્ટેડ સોલાર પીવી પ્રોજેક્ટનો ભાગ બનતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ પ્રોજેક્ટ પ્રદેશની ગ્રીન એનર્જીની જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપશે. EPCના ભાગીદાર તરીકે અમે ગુજરાતના ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોમાં યોગદાન આપવા અને સ્વચ્છ ઉર્જાના રાજ્યના પ્રયાસમાં સમર્થન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. GSECL સાથે વધુ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, અમે ભારતના પર્યાવરણીય ધ્યેય સાથે સુસંગત એવા મજબૂત ઊર્જા વિકલ્પો આપવા માટે તૈયાર છીએ.”JV આગામી 18 મહિનામાં 500 MWથી વધુ સોલર એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)