અમદાવાદ, 27 નવેમ્બર, 2024: BigBloc Construction Ltd ના Promoter Group એ ઓપન માર્કેટમાંથી કંપનીના બીજા 1,06,500 ઇક્વિટી શેર્સ મેળવ્યા છે. આજની તારીખે કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 10,27,72,512 ઇક્વિટી શેર્સ ધરાવવા સાથે વધીને 72.59 ટકા થયું છે. સપ્ટેમ્બર 2024ના મહિનામાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 1.34 લાખ ઇક્વિટી શેર્સ મેળવ્યા હતા. પ્રમોટર ગ્રુપે માર્ચ 2020માં કંપનીનો હિસ્સો 69.32 ટકાથી ધીમે ધીમે વધારીને નવેમ્બર 2024માં 72.59 ટકા કર્યો છે.

29 ઓગસ્ટ, 2024માં વાર્ષિક સામાન્ય સભા દરમિયાન કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સના ઇશ્યૂને મંજૂરી આપી હતી. કંપનીએ માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 0.40 એટલે કે 40 ટકાના આખરી ડિવિડન્ડને મંજૂરી આપી હતી. આ ઉપરાંત રૂ. 15 કરોડથી કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલને પ્રત્યેક રૂ. 2ના 15 કરોડ ઇક્વિટી શેર્સમાં વિભાજિત કરીને રૂ. 30 કરોડ કરવાની દરખાસ્તને પણ મંજૂરી કરી હતી. અગાઉના વર્ષોની જેમ પ્રમોટર ગ્રુપે વ્યવસાય વિસ્તરણ યોજનાઓને ટેકો આપવા તથા નાણાંકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા આખરી ડિવિડન્ડ માટે તેમના હકો ત્યાગ કરવાનું ચાલુ રાખ્યું છે.

2015માં સ્થાપાયેલી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એએસી બ્લોક સ્પેસમાં વાર્ષિક 1.3 મિલિયન સીબીએમની સ્થાપિત ક્ષમતા સાથે સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. કંપનીએ ત્રણ વર્ષની આવકમાં 33 ટકાનો મજબૂત સીએજીઆર અને એબિટામાં 66 ટકાનો સીએજીઆર, 21.38 ટકાનું રોકેલી મૂડી પરનું વળતર, 28.27 ટકાનું ઇક્વિટી પરનું વળતર તથા 1.1 ગણું ડેટ ઇક્વિટી નોંધાવ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)