અમદાવાદ, 8 મેઃ NSE પર લિસ્ટેડ 221 કંપનીઓમાં ખાનગી પ્રમોટરનો હિસ્સો વધ્યો છે. 90%થી હોલ્ડિંગ ધરાવતી 14 કંપનીઓએ હજુ સુધી સેબીની ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) જરૂરિયાતનું પાલન કર્યું નહિં હોવાનું પ્રાઈમ ડેટાબેઝના એક અહેવાલમાં જોવા મળ્યું છે.સેબીની ગાઇડલાઇન્સ અનુસાર કોઇપણ લિસ્ટેડ કંપનીના પ્રમોટર્સ 75 ટકાથી વધુ હોલ્ડિંગ રાખી શકે નહિં. લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડિંગ મહત્વનો ભાગ ભજવે છે. જો કંપનીમાં પ્રમોટરનો હિસ્સો વધુ હોય તો તે તેના ગ્રોથ, શેરની સ્થિતિ અને ફંડામેન્ટલ્સ પર ફોકસ રાખતા હોય છે. જે રિટેલ રોકાણકારો માટે વિશ્વાસનો પુરાવો છે કે, તેઓ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી રહ્યા છે. અને જો કંપની ડૂબે તો તેમાં સૌથી વધુ નુકસાન પ્રમોટર્સ ભોગવતાં હોય છે. પ્રાઈમડેટાબેઝના રિપોર્ટમાં લિસ્ટેડ 14 કંપનીઓને અલગ તારવવામાં આવી છે કે, જેમાં પ્રમોટર 90 ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે.

લિસ્ટેડ 14 કંપનીમાં 31 માર્ચના અંત સુધી પ્રમોટર્સનો હિસ્સો

કંપનીહોલ્ડિંગ
KIOCL99.03%
પંજાબ અને સિંધ બેન્ક98.25%
 LIC96.50%
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક96.38%
UCO બેન્ક95.39%
IDBI બેન્ક94.71%
રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝ94.13%
HMT93.69%
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા93.08%
હેક્સા ટ્રેડેક્સ92.13%
ફોર્થ ડાયમેન્શન સોલ્યુશન્સ90.98%
બેન્ક ઓફ મહારાષ્ટ્ર90.97%
સેજલ ગ્લાસ90.50%
ITI90.17%

પ્રાઈવેટ પ્રમોટર્સનો હિસ્સો 3 વર્ષના તળિયે

NSE પર લિસ્ટેડ કંપનીઓમાં ખાનગી પ્રમોટરોનો હિસ્સો 31 માર્ચ, 2023ના રોજ ઘટીને 41.97 ટકાના 3-વર્ષના નીચા સ્તરે પહોંચ્યો હતો. જે 31 ડિસેમ્બર, 2022ના રોજ 43.25 ટકા હતો. 13 વર્ષના સમયગાળામાં (જૂન 2009થી), ખાનગી પ્રમોટરનો હિસ્સો સતત વધી રહ્યો છે, જે 30 જૂન, 2009ના રોજ 33.60 ટકાથી વધ્યો હતો. જ્યારે ભારતીય ખાનગી પ્રમોટરોનો હિસ્સો છેલ્લા 13 વર્ષોમાં 26.44 ટકાથી વધીને 33.79 ટકા થયો છે, ત્યારે ‘વિદેશી’ પ્રમોટરોનો હિસ્સો વધી ગયો છે. 7.16 ટકાથી વધીને માત્ર 8.19 ટકા થયો છે.

આ 18 કંપનીઓમાં પ્રમોટર,FII, DIIએ હિસ્સો વધાર્યો

 18 કંપનીઓમાં પ્રમોટરો, એફઆઈઆઈ અને ડીઆઈઆઈની ત્રિપુટીએ માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન હિસ્સો વધાર્યો હતો જેમાં બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, દીપક નાઈટ્રાઈટ, નેટકો ફાર્મા, એનસીસી, એક્લેરક્સ સર્વિસીસ, જિંદાલ સો, અનંત રાજ, હિકલ, ધાનુકા એગ્રીટેક, જય કોર્પ, પીએસપી પ્રોજેક્ટ્સ, આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, બાર્બેક-નેશન હોસ્પિટાલિટી, કોસ્મો ફર્સ્ટ, આરપીજી લાઈફ સાયન્સ, પિક્સ ટ્રાન્સમિશન અને લિંક સામેલ છે.