મુંબઇ, 25 એપ્રિલઃ

ટેક મહિન્દ્રાએ 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 40.9 ટકા ઘટાડા સાથે રૂ. 661 કરોડ નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં જોકે નફો 29.5 કરોડ વધ્યો છે.

Q4FY24 માટે કોન્સોલિડેટેડ આવક 6.2 ટકા ઘટીને રૂ. 12,871 કરોડ થઈ છે. જ્યારે QoQ આધારે, આવક 1.8 ટકા ઘટી હતી. કંપનીનું EBIT માર્જિન અથવા ઓપરેટિંગ માર્જિન 7.4 ટકા આવ્યું છે, જે અગાઉના ક્વાર્ટરના 5.4 ટકાથી સુધારો છે. સંપૂર્ણ વર્ષ FY24ની આવક રૂ. 51,996 કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 2.4 ટકા ઘટાડો દર્શાવે છે.ચોખ્ખો નફો 51.2 ટકા ઘટીને રૂ. 2,358 કરોડ થયો હતો. બોર્ડે રૂ.5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરદીઠ રૂ. 28ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)