આઇપીઓ ખૂલશે14 ફેબ્રુઆરી
આઇપીઓ બંધ થશે18 ફેબ્રુઆરી
ફેસ વેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ.401-425
એન્કર બુક13 ફેબ્રુઆરી
ઇશ્યૂ સાઇઝરૂ. 858.70 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ તા. 14 ફેબ્રુઆરીના રોજ શેરદીઠ રૂ.1ની ફેસ વેલ્યૂ અને રૂ. 401-425ની ફેસ વેલ્યૂ ધરાવતાં શેર્સના રૂ. 858.70 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.  આઈપીઓમાં રૂ. 2,250 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના ફ્રેશ ઇશ્યૂ અને ચિત્રા પાંડયન દ્વારા 1,49,10,500 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.  બિડ્સ લઘુતમ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Lot”).

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે

(1) મેહરુ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના હસ્તાંતરણ માટે ખરીદીની રકમ પેટે અંદાજે રૂ. 1,170 મિલિયન ચૂકવવા માટે(2) પ્લાન્ટ અને મશીનીરીની ખરીદી માટે અંદાજે રૂ. 272.17 મિલિયન અને બાકીની રકમ હસ્તાંતરણો, અન્ય વ્યૂહાત્મક પહેલ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે  

વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 1,49,10,500 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપની ક્રિટિકલ એનર્જી ટ્રાન્ઝિશન ઇક્વિપમેન્ટ અને પાવર ટેક્નોલોજીમાં ગ્લોબલ ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડતી ભારતીય કંપની છે. કંપની ઇલેક્ટ્રિકલ ગ્રીડ કનેક્ટિવિટી અને એનર્જી ટ્રાન્ઝિશન માટે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પૂરા પાડે છે. તે એક ટેક્નોલોજી સંચાલિત કંપની છે જે પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને ઓટોમેશન સેક્ટર્સમાં પાવર પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે છે. આ ઉપરાંત કંપની લાર્જ સ્કેલ રિન્યૂએબલ્સ જેવી ઇમર્જિંગ એપ્લિકેશન્સ માટે વિશિષ્ટ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પૂરા પાડે છે.

ભારતમાં કંપનીની વિવિધ ઉત્પાદન કામગીરી બે સ્થળોએ હાથ ધરવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના સાંગલી અને કેરળના અલુવાનો સમાવેશ થાય છે. તેના વૈશ્વિક વિસ્તરણના ભાગ રૂપે કંપનીએ સ્માર્ટ ગ્રીડ ટેક્નોલોજીસ અને પાવર ક્વોલિટી મેનેજમેન્ટમાં વિશેષતા ધરાવતા એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી  તુર્કી સ્થિત કંપની Endoks Enerji Anonim Şirketi માં 2011માં 51 ટકા શેર મૂડી હસ્તગત કરી હતી.

ક્વોલિટી પાવરની સાથી કંપનીઓમાં હિટાચી એનર્જી ઈન્ડિયા લિમિટેડ, જીઈ વર્નોવા ટીએન્ડડી ઈન્ડિયા લિમિટેડ અને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઈન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2024 સુધીમાંકંપની પાસે 210 ગ્રાહકો હતા. કંપનીના ગ્રાહકોમાં પાવર યુટિલિટીઝ, પાવર ઇન્ડસ્ટ્રીઝ અને રિન્યુએબલ એનર્જી એકમોનો સમાવેશ થાય છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 3,005.97 મિલિયન રહી હતી જેમાં ચોખ્ખા નફાનું માર્જિન 16.74 ટકા તથા આરઓઈ 29.15 ટકા રહ્યું હતું. કંપની તેની મોટાભાગની આવક આંતરરાષ્ટ્રીય કામગીરીમાંથી મેળવે છે, જે કામગીરીમાંથી કંપનીની કુલ આવકના 75 ટકા કરતાં વધુનો હિસ્સો ધરાવે છે.

કંપનીના પ્રોફોર્મા કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન મુજબ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે કામગીરીથી કન્સોલિડેટેડ આવકો અનુક્રમે રૂ. 5,190.49 મિલિયન અને રૂ. 2,672.24 મિલિયન રહી હતી. આ જ સમયગાળા માટે કન્સોલિડેટેડ ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 656.96 મિલિયન અને રૂ. 537.88 મિલિયન રહ્યો હતો.

30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા છ મહિનાના ગાળા માટે ક્વોલિટી પાવર ગ્રુપ અને હસ્તાંતરણ કરાયેલા એકમ મેહરુની કામગીરીથી આવક (સ્ટેન્ડઅલોન) અનુક્રમે રૂ. 1,557.38 મિલિયન અને રૂ. 1,116.80 મિલિયન રહી હતી જ્યારે આ જ સમયગાળા માટે ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 500.78 મિલિયન અને રૂ. 49.03 મિલિયન રહ્યો હતો.

લીડ મેનેજર્સઃપેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
લિસ્ટિંગબીએસઇ અને એનએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)