અદાણીને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર રાજીવ જૈનની સંપત્તિ 82 ટકા વધી, Gautam Adani 14માં ક્રમે
સ્ક્રિપ્સ | ભાવ | તફાવત |
ADANI TOTAL GAS | 1,137.50 | 7.96% |
ADANI ENERGY SOLUTIONS | 1,191.95 | 2.55% |
ADANI PORTS & SEZ | 1,039.15 | 2.01% |
ADANI GREEN ENERGY | 1,595.40 | 1.94% |
NDTV | 289.45 | 1.42% |
AMBUJA CEMENT | 502.15 | 0.20% |
ACC | 2,137.55 | 0.43% |
ADANI ENTERPRISES | 2,883.35 | -0.06% |
ADANI WILMAR | 395.55 | -0.20% |
ADANI POWER | 558.20 | -0.42% |
બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 13માં, જ્યારે અદાણી 14માં ક્રમે
અદાણી ગ્રૂપના શેરોનું માર્કેટ કેપ 4.5 લાખ કરોડ વધી 14.8 લાખ કરોડે પહોંચ્યું
અદાણી ટોટલ ગેસ આજે પણ 8 ટકા ઉછળ્યો, પાવર-એન્ટરપ્રાઈઝિસ-વિલમરમાં કરેક્શન
અમદાવાદ, 7 ડિસેમ્બરઃ ગૌતમ અદાણીને હિન્ડેનબર્ગ આરોપો મામલે ક્લિનચીટ મળી રહી હોવાના સંકેતો સાથે અદાણીના શેરોમાં તેજીનું વાવાઝોડું જોવા મળ્યું છે. જેના પગલે અદાણી ગ્રુપને મુશ્કેલીના સમયમાં સાથ આપી રોકાણ કરનારા GQG પાર્ટનર્સના રાજીવ જૈન આ તેજીમાં 82% વધુ ધનિક બન્યા છે.
અદાણી ગ્રૂપના શેરોમાં 24 નવેમ્બરથી તેજી જોવા મળી છે, જેનું માર્કેટ કેપ લગભગ રૂ. 4.5 લાખ કરોડ વધી રૂ. 14.8 લાખ કરોડે પહોંચ્યુ છે.
ગયા જાન્યુઆરીના અંતમાં એકાઉન્ટિંગ છેતરપિંડી અને સ્ટોક મેનીપ્યુલેશનના આરોપમાં અદાણી ગ્રુપના શેરોમાં 70 ટકા સુધી કડાકો નોંધાયો હતો. જેના પગલે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં ટોપ-5 યાદીમાંથી બહાર થઈ ગયા હતાં. જો કે, સુપ્રીમ કોર્ટના આદેશ અને અમેરિકી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં હિન્ડેનબર્ગના તમામ આરોપો પાયાવિહોણા હોવાનું સાબિત થતાં શેરો ફરી પાછા વધ્યા છે. પરિણામે ગૌતમ અદાણી પણ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં સતત આગળ વધી રહ્યા છે.
બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 13માં, જ્યારે અદાણી 14માં ક્રમે પહોંચ્યા છે. અદાણી ગ્રૂપના શેરોમાં ઉત્કૃષ્ટ તેજીના પગલે GQGના રાજીવ જૈનનું મૂડી રોકાણ 82 ટકા વધઅયું છે.
જૈનના GQG પાર્ટનર્સનું અદાણીના શેરમાં રોકાણ એક વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ બમણું કર્યું હતું. પ્રાઇમ ડેટાબેઝ ડેટા મુજબ, અદાણી ગ્રૂપની કંપનીઓમાં GQGનું પોર્ટફોલિયો મૂલ્ય વધીને રૂ. 39,331 કરોડ થયું છે, જેનું મૂલ્ય 6 ડિસેમ્બરના રોજ બંધ શેરના ભાવો પરથી કરવામાં આવ્યું છે. આ અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓમાં કરાયેલા રૂ. 21,660 કરોડના રોકાણ પર કુલ 82 ટકા રિટર્ન સૂચવે છે.
GQGના રોકાણ પર રિટર્ન
GQGએ અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 3403 કરોડનું રોકાણ કર્યું હતું, જેનું મૂલ્ય હવે રૂ. 9,024 કરોડ છે. અદાણી ગ્રીન એનર્જીનું રૂ. 4,743 કરોડનું પ્રારંભિક રોકાણ વધીને રૂ. 8,800 કરોડ થયું છે. અદાણી પોર્ટ્સ માટે, GQGનું રૂ. 4,472 કરોડનું રોકાણ વધીને રૂ. 7,766 કરોડ થયું હતું, જ્યારે GQG દ્વારા અદાણી પાવરનું રોકાણ રૂ. 4,245 કરોડથી વધીને રૂ. 8,718 કરોડ થયું હતું.
2 માર્ચે, રાજીવ જૈને GQG પાર્ટનર્સ હેઠળ અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ SEZમાં કુલ રૂ. 11,849 કરોડનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીનમાં રૂ, 2776 કરોડનું રોકાણ કર્યું હતું. અદાણી પાવરના પ્રમોટર્સે GQGને ઓગસ્ટમાં 4245 કરોડમાં 15.21 કરોડ શેર્સ વેચ્યા હતા. અંબુજા સિમેન્ટમાં પણ 1520 કરોડનું રોકાણ કર્યું હતું.