મુંબઇ, 2 જૂન: RBL બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટ- ACEના લોંચની જાહેરાત કરી છે. જેમાં રેગ્યુલર ડિપોઝીટ કરતા 20 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ ઓફર કરી રહી છે. આ એફડીમાં પાકતી મુદત પહેલાં ઉપાડની સુવિધા છે અને સિનિયર સિટિજન્સને 50 બેસિસ પોઇન્ટ અને સુપર સિનિયર સિટિજન્સને 75 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપવામાં આવશે. લઘુતમ રૂ. 50 લાખ અને મહત્તમ રૂ. બે કરોડ સુધીની ડિપોઝીટ 12 માસથી 240 માસ સુધીની મુદત માટે મૂકી શકાશે તેમ RBL બેન્કના બ્રાન્ચ અને બિઝનેસ બેન્કિંગ હેડ દીપક ગધ્યાને જણાવ્યું હતું.

નોન-કેલેબલ (પ્રિમેચ્યોર વિથડ્રોઅલ ઓપ્શન વગરઃ રૂ. 50 લાખથી રૂ બે કરોડ સુધીની ડિપોઝીટ
સમયગાળોવાર્ષિક વ્યાજદરસિ. સિટિજનસુપર સિ.સિટિજન
    12થી 15 માસ7.20%7.70%7.95%
15થી 24 માસ8.00%8.50%8.75%
24થી 36 માસ7.70%8.20%8.45%
36થી 60માસ એક દિવસ7.30%7.80%8.05%
60 માસ 2 દિવસ-240 માસ7.20%7.70%7.95%